• Gujarati News
  • National
  • ઉનાઈમાં ગરબા મહોત્સવમાં કોમ્પિટીશન યોજાઈ

ઉનાઈમાં ગરબા મહોત્સવમાં કોમ્પિટીશન યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાનાઉનાઈ નગર ખાતે ઉનાઈ ખંભાલિયા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત મહા ગરબા મહોત્સવ ગરબા કોમ્પિટીશનમાં વાંસદા ટાઉન સહિત આજુબાજુ તેમજ સ્થાનિક ખેલૈયાઓ ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત તેમજ આધુનિક ગરબાની રમઝટ બોલાવી હતી.

વાંસદા તાલુકાના ઉનાઈ નગર ખાતે આવેલા ઉનાઈ-ખંભાલિયા ઉત્સવ સમિતિ દ્વારા યુ.સી.સી.ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. સમિતિ દ્વારા ગતરાત્રે મહાગરબા ઉત્સવ અંતર્ગત ગરબા કોમ્પિટીશનનું આયોજકો દ્વારા આયોજન કરાતા મોટી સંખ્યામાં વાંસદા ટાઉન, આજુબાજુ તેમજ સ્થાનિક ખેલૈયાઓએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને શોભાવ્યો હતો. મહાગરબા કોમ્પિટીશનમાં બેસ્ટ ડ્રેસિંગ અને બેસ્ટ એકશન એમ બે વિભાગોમાં કોમ્પિટીશન યોજાઈ હતી. જેમાં 1થી 15 વર્ષના તેમજ 15થી ઉપરના વર્ષના સ્પર્ધકોને તાપીના નિર્ણાયકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા પ્રોત્સાહિત ઇનામો પણ રાખવામાં આવ્યા હતા. મહાગરબા કોમ્પિટીશનમાં વાંસદાના સિનિ. પોસઇ જે.વી ચાવડા, બીજેપીના જિલ્લા યુવા મહામંત્રી શિવેન્દ્રસિંહ સોલંકી, તાલુકા મહામંત્રી રસિક ટાંક, નિર્ણાયક ઠાકોર પટેલ, ખ્યાતિ શાહ, કોમલ શાહ, વિક્રાંત પટેલ, દિપ્તી સોલંકી તેમજ ઉનાઈ-ખંભાલીયાના યુવા કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને વધાવ્યો હતો.

ઉનાઈમાં ગરબા મહોત્સવમાં ગરબા કોમ્પિટીશન યોજાઈ હતી. તસવીર-રાકેશદુબે

અન્ય સમાચારો પણ છે...