• Gujarati News
  • National
  • માંગરોળથી મેરા બ્રિજ સુધીનો રાજ્યધોરી બિસમાર બન્યો

માંગરોળથી મેરા બ્રિજ સુધીનો રાજ્યધોરી બિસમાર બન્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | માંગરોળ તાલુકા મથકથી વાલીયા તાલુકાના મેરા ગામ બ્રિજ સુધીનો રાજ્યધોરી માર્ગ અત્યંત ખરાબ થઈ જતા બંને તાલુકાના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા એક દોઢ વર્ષથી માંગરોળ તાલુકા મથકથી આમનડેરા ગામ મેરા બ્રિજ સુધીનો રાજ્યધોરી માર્ગ અકદમ ખરાબ હાલતમાં છે. માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે છતાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ કચેરી માંડવીના અધિકારીઓ માર્ગનું કામ મંજૂર થયાનું રટણ ચાલુ રાખી ઘોર નિદ્રામાં પોઢી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...