• Gujarati News
  • વાંસદાના રંગપુરમાં દારૂ ભરેલી કાર પકડાઈ

વાંસદાના રંગપુરમાં દારૂ ભરેલી કાર પકડાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાપોલીસને મળેલી બાતમીના આધારે વાંસદા-ધરમપુર રોડ પર રાત્રે વોચ રાખતા બાતમીવાળી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકે કાર ભગાવી મુકી હતી. રંગપુર ગામે કાર મુકી ભાગી જતા પોલીસને કારમાંથી રૂ. 1 લાખનો દારૂ મળી આવ્યો હતો.

વાંસદાના પીએસઆઈ વી.જે. ચાવડા અને સ્ટાફ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક સફેદ કલરની હોન્ડા સિટી કાર (નં. જીજે-15-સીબી-5968) દમણથી દારૂ ભરી ધરમપુર-વાંસદા થઈ સુરત જવાની છે જે આધારે તેમણે વાંસદા-ધરમપુર રોડ પર આવેલા ઉમરકુઈ ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાત્રિના 2.15 કલાકે બાતમીવાળી કાર આવતા તેના ચાલકને અટકાવવાનો પ્રયત્ન કરતા ચાલક કારને રંગપુર તરફ ભગાડી ગયો હતો. પોલીસે કારનો પીછો કરતા કારચાલક કારને રંગપુર ગામે આવેલી પંચાયત ઓફિસ સામે રોડ પર મુકી ભાગી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા બિયર-વ્હિસ્કીની 1638 બોટલ કિંમત રૂ. 1,03,600 મળી આવતા પોલીસે કારની કિંમત રૂ. 4 લાખ મળી કુલ રૂ. 5,03,600નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક વિરૂદ્ધ પો.કો. ઐયુબખાન હબીબખાને પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.