• Gujarati News
  • National
  • વાંસદામાં 100 મંડળોએ વિઘ્નહર્તાનેે વિદાય આપી

વાંસદામાં 100 મંડળોએ વિઘ્નહર્તાનેે વિદાય આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાનગર સહિત સમગ્ર તાલુકામાં ઉડતા ગુલાલની છોળે, ડી.જે.ના તાલે, ગરબા રમતા રમતા, ભજન કીર્તન કરતા ગણપતિ બાપા મોર્યાના ગગનભેદી નારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરાયુ હતું. વાંસદા નગરમાં પણ રંગેચંગે શ્રીજી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અને કાવેરી નદીના તટે શ્રીજીની પૂજા આરતી કરી શ્રીજીનું કાવેરી નદીમાં વિસર્જન કરાયું હતું.

વાંસદા નગર સહિત હનુમાનબારી, રાણીફળિયાના 50 કરતા વધારે મંડળોના અને 100 કરતા વધારે ગણપતિની સ્થાપિત મૂર્તિની દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી તેના વિસર્જન માટે લારી, ટ્રક, ટ્રેક્ટર, ટેમ્પોને વિવિદ્ધ રીતે શણગારી, તેમાં ગણપતિબાપાની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા વાંસદા ના બ્રાહ્મણફળિયા, ખાંભલાઝાપા, શંકરફળિયા, માછીવાડ, ટાવર થઇ બજારમાં થઇ કાવેરી નદીના તટે પહોચી હતી જ્યાં આરતી કરી ગ્રામ પંચાયત વાંસદાના સરપંચ બુધુભાઇ લાછુભાઈ પટેલ, ડે. સરપંચ હસમુખ શર્માના માર્ગદર્શન હેઠળ પંચાયત દ્વારા કરાયેલા વિસર્જનના સુંદર આયોજન થકી શ્રીજીનું કાવેરી નદીમાં વિસર્જન કરાયું હતું. વિસર્જનયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વાંસદા પી.એસ.આઈ. જે. વી. ચાવડા, સ્થાનિક પોલીસ 40, એસ.આર.પી. 10, બહારની પોલીસ 5, હોમગાર્ડ 40, પી.આઈ. 1, પી.એસ.આઈ. 2ના કાફલાએ કામગરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...