• Gujarati News
  • National
  • વાંસદા નગરમાં શ્રીજીને ભાવભીની વિદાય અપાઈ

વાંસદા નગરમાં શ્રીજીને ભાવભીની વિદાય અપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદામાંમંગળવારે વાજતેગાજતે ગૌરી ગણેશજીનું વિસર્જન થયું હતું. ભીની આંખે હજારો ભક્તોએ આસ્થાના ઓવારેથી બાપાને વિદાય અપાઈ હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને હર્ષોલ્લાસ સાથે નીકળેલી વિસર્જનયાત્રામાં ઢોલ-નગારા, બેન્ડવાજા અને ડીજેના તાલે શ્રીજીના ભક્તો ઝુમ્યા હતા. બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલ વિસર્જન રાત્રે 10 વાગ્યા સુધી ચાલ્યું હતું. ચંપાવાડી સ્થિત કાવેરી નદીમાં 100થી વધુ પ્રતિમાનું પુજાઅર્ચના બાદ વિસર્જન કરાયું હતું.

વિસર્જન યાત્રામાં વાંસદા ગ્રામપંચાયત સરપંચ હિનાબેન પટેલ, ડે. સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિત ગ્રા.પં. સભ્યો તેમજ સ્વયંસેવકોએ ખડેપગે રહી યાત્રા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે જહેમત ઉઠાવી હતી. બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલી વિસર્જન યાત્રા નગરના માર્ગો પરથી નીકળી હતી. દરમિયાન ખાંભલાઝાપા બસ સ્ટેન્ડ રોડ, ગાંધીમેદાન રોડ, માછીવાડ, જૂના બસ સ્ટેન્ડ સહિત કેટલાય માર્ગો બંધ કરાયા હતા. 12 વાગ્યાથી શરૂ થયેલી વિસર્જનયાત્રા રાત્રે 10 વાગ્યા સુધી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...