તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાંસદામાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ

વાંસદામાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા નગરના ખાંભલા ઝાંપા વિસ્તારના વર્ષો જૂના એવા અંબા યાદગાર ગરબા મંડળનો નવરાત્રિ મહોત્સવની પૂર્ણાહૂતિ ખૂબ ધામધૂમ પૂર્વક અને ફેન્સીડ્રેસ હરિફાઈનું આયોજન કરી ઉજવવામાં આવ્યો હતો. ખાંભલા ઝાંપાના અગ્રણી નટુભાઈ પાંચાલના માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર રીતે ગરબાનું આયોજન આયોજકો દ્વારા કરાયું હતું. જેમાં પૂર્ણાહૂતિ કાર્યક્રમમાનં મંડળના સભ્યો અવનવા વેશ પરિધાન કરી ગરબે ઘૂમ્યા હતા. પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં વેશભૂષા હરિફાઈનું પણ આયોજન કરાયું હતું. ઈનામો મયુર પટેલ, રાજેશ પરમાર, શીતલ પટેલ તથા બાબુભાઈ ચણાવાડા તરફથી આપવામાં આવ્યા હતા. ગાયક વૃંદ તરીકે બાલુભાઈ પવાર, સુભાષ પારેખ તથા મનોજ ગાંધીએ સેવા આપી હતી.