તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંસદામાં ગ્રામજનોએ આતંકવાદીઓના હુમલા વિરુદ્ધ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

વાંસદામાં ગ્રામજનોએ આતંકવાદીઓના હુમલા વિરુદ્ધ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાનગરમાં વસતા સર્વ ધર્મના લોકો તથા તાલુકાના અન્ય ગામોમાંથી ઉપસ્થિતોએ આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુઓની બસ પર હુમલો કરી સાત યાત્રાળુઓના મોત નીપજાવી વીસથી વધુને ઘાયલ કર્યા હતા. જેના વિરુદ્ધમાં વરસતા વરસાદમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

વરસતા વરસાદમાં રેલી કાઢી હતી અને તાલુકા સેવા સદન પર મામલતદાર ધનગરને આવેદનપત્ર આપ્યું હતું. હવે વાટાઘાટો કે ચર્ચાનો સમય નથી રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી અમારી માંગણી છે કે દેશમાંથી આતંકવાદીનો ખાતમો બોલાવો. રેલીમાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. તેમણે આવેદન આપી જણાવ્યું હતું કે આતંકવાદી કૃત્ય કરનારને જાહેરમાં ફાંસી આપો.

મામલતદારને આવેદન આપતા ગ્રામજનો. તુલસીદાસ વૈષ્ણવ

મુસ્લિમ સમાજે આતંકવાદીને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી

અન્ય સમાચારો પણ છે...