• Gujarati News
  • રાણીફળિયામાં બંધ મકાનમાં 82 હજારની મતા ચોરાઈ

રાણીફળિયામાં બંધ મકાનમાં 82 હજારની મતા ચોરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાનારાણીફળિયા ગામે એક બંધ મકાનમાંથી 82 હજારની મતા ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. શિક્ષિકા નોકરીએ ગઈ હોય તે દરમિયાન ચોરટાઓ હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા.
રાણીફળિયા ખાતે શાંતિનગર સોસાયટીમાં રહેતી અને વાંસદા કુમારશાળામાં શિક્ષિકા મધુબેન મેરવાનભાઈ ધો.પટેલ તા.7-9-14ના રોજ માતા સાથે વાંદરવેલા ગામે ગઈ હતી. દરમિયાન કોઈ અજાણ્યા ચોરટાઓ શિક્ષિકાના બંધ મકાન આગળ લોખંડની ગ્રીલનું તાળુ તોડી દરવાજાનું તાળું તોડી નાંખી મકાનમાં પ્રવેશ કરી કબાટનું તાળુ તોટી તેમાં મુકેલી સામગ્રી વેરવિખેર કરી સોનાની બે તોલાનું લુઝ નંગ એક કિંમત રૂ.12000, સોનાની બે તોલાની બંગડી નંગ 2 કિંમત રૂ.12,000 તથા ચાંદીના સાંકળા (બે જોડી) કિંમત રૂ.3000, સોનાની કડી એક જોડ કિંમત રૂ.5000 તથા રોકડા રૂ.50000 મળી કુલ રૂ.82,000ની મતાની ચોરી કરી ફરાર થઈ જતા શિક્ષિકાએ ઉપરોક્ત બાબતની ફરિયાદ પોલીમાં કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હે.કો. સોમાભાઈએ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાણીફળિયા ગામે બંધ મકાનમાંથી ચોરી થઈ હતી અને પોલીસ તપાસ દરમિયાન બાતમીના આધારે બે લબરમૂછીયાને પકડી પાડ્યા હતા. જ્યારે એક મહિના અગાઉ વાંસદાના મુખ્ય બજારમાં હનુમાનજી મંદિર સામે એક કાપડની દુકાનમાંથી પણ 35 હજારના કપડા ચોરાયા હતા. જોકે બજારમાં હનુમાન મંદિર સામેની દુકાનમાંથી થયેલી ચોરીનો ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો. આજ દુકાનમાં બે વાર ચોરી થઈ હોવાની માહિતી સાંપડી છે અને બંને ચોરીનો ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો કે પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો તપાસનો વિષય બન્યો છે.
બંધ મકાનની લોખંડની ગ્રીલનું તાળુ તોડી તસ્કરો પ્રવેશ્યા