ઉમરઝર ગામે ઊભેલી ટ્રકમાં બાઈક ઘૂસી જતાં યુવકનું મોત

ઉંમરપાડા તાલુકાના ઉમરઝર ગામે ઊભેલી ટ્રકમાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે સ્થળ પર કમકમાટી ભર્યુ મોત...

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:01 AM
Vankal - latest vankal news 040112
ઉંમરપાડા તાલુકાના ઉમરઝર ગામે ઊભેલી ટ્રકમાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

વાડી ઉમરપાડા રાજ્યધોરી માર્ગ પર આવેલ ઉંમરઝર ગામે માર્ગની સાઈડ ઉપર ફોકડી ગામનો ડ્રાઈવર વિનોદભાઈ વસાવા ટ્રક પાર્ક કરી તની સાસરીના ઘરે રાત્રે 8.00 વાગ્યે જમવા ગયો હતો. ત્યારે વાડી ગામથી નીકળી ઘરે રાત્રે 8.00 જમવા ગયો હતો. ત્યારે વાડી ગામથી નીકળી કાલી જામણ ગામે ટુવ્હીલ બાઈક (GJ-16BC-9372) ઉપર સવાર થઈને જતો યુવક ઉમેશભાઈ રતિલાલ વસાવા (રહે. પૂજપૂજિયા, તા. નેત્રંગ જી. ભરૂચ)નાઓએ પોતાની બાીક ગફલત રીતે પૂરઝડપે હંકારી ઊભેલી ટ્રક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં યુવક ઉમેશને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર તેનું કરૂણ મોત થતાં ઉમેશ અન તેના પરિવાર માટે નવુ વર્ષ ગોઝારુ બુ્યું હતું. બનાવ અંગે ઉંમરઝર ગામના જયંતીભાઈ નાડિયાભાઈ વસાવાએ ઉંમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે લઈ જવાયો હતો.

X
Vankal - latest vankal news 040112
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App