પાતાલદેવી નજીક પાણી જોવા ગયેલી મહિલાનો પગ લપસતા ખાણમાં ડૂબી

Vankal - latest vankal news 040107

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:01 AM IST
માંગરોળ તાલુકાના પતાલદેવી ગામ તરફ જવાના જાહેર માર્ગ ઉપર આવેલ શ્રીજી સ્ટોન ક્વોરીની જોખમી ઉંડી ખાણમાં પાણી જોવા ગયેલી આદિવાસી યુવતીનો પગ લપસી જતાં ઉંડા પાણીમાંડૂબી જવાથી યુવતીનું કરૂણ મોત થયું હતું.

મુખ્ય માર્ગથી પાતલદેવી ગામ તરફ જવાના જાહેર રસ્તાની એકદામ બાજુમાં શ્રીજી સ્ટોન ક્વોરીની જોખમી ખાણ આવેલ છે. સ્ટોન ક્વોરીના જવાબદારો દ્વારા ઉપરોક્ત ઉંડી ખાણ ઉપર કોઈ આડાશ મુકવામાં આવી નથી. જેથી જોખમી સાબિત થઈ રહી છે. આ જોખમી ખાણનો ભોગ એક આદિવાસી યુવતી બની છે. પાતલદેવી ગામના નિશાળ ફળિયામાં રહેતી ખુશ્બુબહેન ગભુભાઈ વસાવા (17) નૂતન વર્ષના દિવસે વાડી ગામે યોજાતી ઓલમ્પીક સ્પર્ધા જોવા અને મેળાની ...અનુસંધાન પાના નં. 2

ખાણનો અનેક નિર્દોષ ભોગ બની રહ્યા છે

પાતલદેવી ગામે જાહેર રાહદારી રસ્તા ઉપર સ્ટોન ક્વોરીની જોખમી ખાણ આવેલ છે. ઘણા સમયથી આ સ્ટોન ક્વોરી જોખમી ખુલ્લી હાલતમાં છે. સરકારના નીતિ નિયમની વિરુદ્ધ સ્ટોન ક્વોરીની ઉંડી ખાણ હોવા છતાં જવાબદારો દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. જેનો ભોગ નિર્દોષ લોકો અને પશુઓ બની રહ્યાં છે.

X
Vankal - latest vankal news 040107
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી