• Gujarati News
  • National
  • વાલોડ | વાલોડતાલુકાના બુહારી ગામે નવરાત્રિ નિમીતે હિન્દુધર્મનો ચૈત્રસુદ એકમના

વાલોડ | વાલોડતાલુકાના બુહારી ગામે નવરાત્રિ નિમીતે હિન્દુધર્મનો ચૈત્રસુદ એકમના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વાલોડતાલુકાના બુહારી ગામે નવરાત્રિ નિમીતે હિન્દુધર્મનો ચૈત્રસુદ એકમના દિવસેથી શ્રધ્ધાળુઓ દ્વારા વ્રત, ટેક, માનતા રાખતાં એક ટાણુ કે નકોરડા ઉપવાસ કરીને માતાજીની આરાધના કરતા ભાવિક ભકતો નવરાત્રીના દિવસોમાં દરરોજ માતાજીના હવન, પુજન, અચૅન કરી ખૂબ હર્ષ ઉલ્લાસથી માતાજીની ભકિત કરે છે. રામજીમંદિર બુહારીમા દૈનિક યજ્ઞનું આયોજન કરવામા આવે છે માં ગાયત્રીના ભૂદેવ અતુલભાઇ વ્યાસે શાસ્ત્રોકત વિધિથી યજ્ઞની આહુતિ જજમાન શિક્ષિકા નિતાબહેન દેસાઈ પાસે અપાવી હતી. પ્રસંગે મંદિરના પુજારી મધુસુદન શર્મા અને શ્રધ્ધાળુ બહેનો હાજર રહીને માં અંબાની માં ગાયત્રીની આરતી, સ્તુતિ પ્રાર્થના કરી હતી. બુહારી રામજી મંદિરે દરવર્ષની જેમ વર્ષ પણ રામજી મંદિરે બિલ્કેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્રારા માતાજીના મંદિરે મહાયજ્ઞનુ આયોજન આઠમના દિવસે પણ કરવામાં આવનાર છે.

બુહારી રામજી મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે દૈનિક મહાયજ્ઞ

અન્ય સમાચારો પણ છે...