તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મારદેવી વિસ્તારમાં દીપડોનો આતંક યથાવત

મારદેવી વિસ્તારમાં દીપડોનો આતંક યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડતાલુકાના નદિ પટ્ટા વર આવેલ મોરદેવી, કણજોડ, શિકેર, પાવરણ જંગલ, નવાફળીયા, વાલોડના ગામોમાં ફરી વખત દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. જેથી લોકોમા ભયનુ વાતાવરણ ઊભું થયું છે. વિસ્તારમા ઘણા સમયથી હિંસક દિપડાએ નજરે પડતા દીપડાને ઝબ્બે કરવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. મોરદેવી ગામે દીપડાને પકડવા મુકેલા પાંજરા નજીકથી દીપડો લટાર મારીને જતો રહ્યો પરંતુ પાંજરામાં પુરતાં લોકોમાં ભય યથાવત છે.

મોરદેવી અવાર નવાર દિપડાના દહેશત નેપગલે પાંજરૂ મુકવાની રજુઆત માજી સરપંચ અનીલભાઈ ચૌધરીએ કરી હતી. જેનેપગલે જંગલખાતાના અધિકારીઓએ પાંજરુ કવાયત હાથ ધરી હતી. ગામના મોટાફળીયામાં વિલાશભાઈ મોતીરામભાઈના શેરડીના ખેતરમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતુ. જે પાંજરાની નજીક નાઈટ વિઝનના કેમેરા પણ દીપડાની ગતિવિધી જોવા માટે ગોઠવ્યા છે. જે કેમેરામાં ગતરોજ રાત્રિના દીપડો કેદ થયો હતો. દીપડો પાંજરા નજીક આવીને શિકારની ગંધ લઈને પલાયન થતો ફટેજમાં જોવા મળે છે. દીપડો પાંજરે પુરતા ગ્રામજનોમાં ભય યથાવત છે. ગ્રામજનો પોતાના પશુ ધનના શિકાર માટે રાત્રિના ફેરી ફરીને રક્ષણ કરતાં પણ નજરે પડે છે.

પુર્ણા નદીના તટ વિસ્તારમાં દિપડાઓનું ટોળું

નદીનાતટપરના વિસ્તારમાં ઘણાં દિપડાનુ ટોળુ ફરી રહયુ છે જે નદિ વિસ્તારની ઝાડીમાં વિસામો કરતું હોવાનું જાણવા મળેલ છે. સ્થાનિક ખેડૂતોએ અવારનવાર ઉકત પંથકમાં દિપડાના દહેશતથી લોકો રાત્રિના સમયે ઘરમાંથી નિકળવું મુશ્કેલ બન્યું છે. ખેતરમાં ખેતી કામ કરવા માટે જતાં મજુરો માં ડરનો માહોલ છે.

ગ્રામજનોએ રાત્રિમાં ચોકીદારી કરવાનો વારો

મોરદેવીમાઘણા સમયથી દીપડાને પાંજરે પુરવા માટે ગ્રામજનો એકજુઠ થયા છે. અને રાત્રિના સમયે ફેરી ફરી પરિવારના પશુધનનું રક્ષણ કરી રહ્યાં છે. ઉપરાંત દીપડો કયા વિસ્તારમાં આવે છે અને શું કરે તે વિસ્તારમાં કેમેરા ગોઠવીને તેની ગતિવિધી પર નજર રાખવામાં આવી રહી છે.

પાંજરા પાસે મુકેલા કેમેરામાં દીપડો કેદ થયો પરંતુ પાંજરામાં પૂરતાં લોકોમાં ભય

નાઇટવિઝન કેમેરામાં કેદ થયેલો દીપડો.

અન્ય સમાચારો પણ છે...