તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માનવતા વગરનો માણસ આદિમાનવ સમાન છે: મુનિ ધર્મબોધી વિજયજી

માનવતા વગરનો માણસ આદિમાનવ સમાન છે: મુનિ ધર્મબોધી વિજયજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડનગરમાં પ.પુ ધર્મબોધિ વિજયજીમહારાજસાહેબનુ વાલોડની ખુ.લ પ્રાથમિક શાળામાં બાળકો માટે વિશિષ્ટ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને અબ્રાહમ લિંકનનો પ્રસંગ રજુ કરી માનવતા વિકાસ ની વાત કરી હતી.

જેના દિલમા કરુણતા ધબકતી હોય તેને માનવ કહેવાય તે બીજાના દુખોને સમજી શકે અને તે દુખથી છુટકારો અપાવવા મથી શકે તે માનવ કહેવાય આજે સુપર મશીનોની સાથે સતત દોડતો રહેનારો માણસ એટલો કોરો થઈ ગયો છે કે, કોઈપણ જાતની કરુણતા તેને સ્પર્શી શકતી નથી. કરૂણતમ ઘટના જાણીને આજનો માણસ માત્ર એકાદ નિ:સાશો નાખી, પોતાના સ્વાર્થમાં એવી રીતે ગુથાઈ જાય છે કે જાણે કશુ થયુ નથી. આજકાલ સાંભળવા મળતા અતિવિકૃત પ્રકારના ગુનાઓ એટલું તો ચોક્કસ સાબિત કરી જાય છે કે, હવે આપણે ત્યાં છૂત અછૂતનો ભેદભાવ રહ્યો નથી કેટલીક બાબતોની સુગ હવે રહી નથી, ૫૦ વર્ષ પહેલા આપણે ત્યાં જે સ્વપ્ન સૃષ્ટિમાં પણ નહોતુ. તે આજે કલ્પના સૃષ્ટિને ઓળંગી સત્યસૃષ્ટીમાં નજરે ચડતું થઈ ગયુ છે અને જયારે જયારે માણસ આધુનિક બનવા ખાતર પોતાની કોર્ડનને ઓળંગતો જશે ત્યારે ત્યારે આવી અછૂત ઘટના સમાજમાં પોતાનું સ્થાન જમાવતી જશે. જે વસ્તુ પોતાનો સ્વભાવ છોડે છે, તે વસ્તુ વિનાશક બની જાય છે.

વાલોડ શાળામા મુનીનું પ્રવચન

અન્ય સમાચારો પણ છે...