• Gujarati News
  • National
  • વાલોડમાં કોઢાર કોતરમાંથી 1.38 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો

વાલોડમાં કોઢાર-કોતરમાંથી 1.38 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડખાતે પુલફળીયા નજીકની ઝાડી ઝાંખરામાં બુટલેગર દ્વારા સંતાડેલ 1,36,300નો વિદેશી દારૂ તથા 2000 નો દેશી દારૂનો જથ્થો વાલોડ પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. જયાંરે બુટલેગરે પોલીસને જોતા સ્થળ પરથી ભાગી ગયો હતો.

વાલોડ પોલીસ આગામી વિધાન સભાની ચૂંટણી અનુસંધાને વાલોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.ડી.ખાંટ અને સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે વાલોડ પુલ ફળીયા વિસ્તારમાં રહેતો સુલતાન ગુલામ મોહમ્મદ બાંગીનાઓએ પોતાના ઘરની પાછળ કોઢારમાં તથા ઘરની પાછળ કોતર કિનારે ઝાડી ઝાંખરામાં દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખેલ છે. પોલીસે અહીં રેડ કરી વ્હીસ્કી અને બીયરની બાટલી નંગ 1605 જેની કિંમત રૂ।. 1,36,300 તથા દેશી દારૂ 100 લીટર જેની કિંમત 2000 રૂપિયા મળી કુલ 1,38,300 નો વગરપાસ પરમીટ વિનાનો દારૂ ઝડપી પડ્યો હતો. પોલીસે ભાગી ગયેલા બુટલેગર ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને જોઈ બુટલેગર ભાગી છુટતાં વોન્ટેડ જાહેર કરાયો

વાલોડ ગામના પુલ ફળીયા ખાતે રૂ.138300 નો દારૂ ઝડપાયો.

અન્ય સમાચારો પણ છે...