• Gujarati News
  • National
  • વાલોડમાં ચૂંટણીને અનુલક્ષી ચાંપતો પોલીસ બંદોબસ્ત

વાલોડમાં ચૂંટણીને અનુલક્ષી ચાંપતો પોલીસ બંદોબસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકામાં યોજાનારી 170-મહુવા વિધાનસભા 2017ની ચૂંટણીને અનુલક્ષીને કુલ 302 જવાનો, સ્થાનિક પોલીસના 22 જવાનો તથા એક પી.એસ.આઈ.ના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી યોજાશે.

સમગ્ર ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન તા. 9 મી ના રોજ થનાર હોય અને 170 મહુવા બેઠકના વિસ્તારમાં વાલોડ તાલુકો સમાવિષ્ટ થતો હોવાને કારણે ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત માટે કુલ 302 જેટલા જવાનો અને 22 સ્થાનિક પોલીસ તથા એક પી.એસ.આઈ તૈનાત કરવામાં આવ્યા છે. વાલોડ તાલુકામાં ITBP 609 /B તથા ITBP 609 /D સીઆરપીએફ ની કુલ 12.5 ની માંગ કરવામાં આવી હતી. ITBP 609 /B 95 જવાનો, ITBP 609 /D 19 જવાનો, SRP ગોધરા રેન્જના 30 જવાનો, પોલીસ તાલીમ શાળા વડોદરાના 15 જવાનો, સુરત રેલવેના 15 જવાનો, અમદાવાદ હોમગાર્ડ બ્રિગ્રેડના 98 જવાનો, તાપી હેડક્વાર્ટર્સના 20 જવાનો, એમસીઓ તાપીના 10 જવાનો તથા સ્થાનિક પોલીસના 22 જવાનો અને એક પી.એસ.આઈ. ના બંદોબસ્તમાં ચૂંટણીમાં કોઈ કાંકરી ચાળો થાય અથવા સંવેદનશીલ બુથો પર અનિચ્છનીય બનાવો બને તે માટે તમામ બુથો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, ચૂંટણી નિષ્પક્ષ નિર્વિઘ્ને યોજાય તે માટે ચૂંટણી આયોગે સઘન વ્યવસ્થા ગોઠવી છે, તમામ જવાનો વાલોડના શબરી આશ્રમ,ગાંધી વિદ્યાપીઠ,જમનાબેનની વાડીમાં જેવા સ્થાનો પર રોકાણ કર્યું છે.

300થી વધુ જવાનો અને સ્થાનિક પોલીસની ટીમ તૈનાત કરાઇ

અન્ય સમાચારો પણ છે...