• Gujarati News
  • National
  • પેલાડ બુહારીની સહકારી સેવા મંડળીમાં પરિવર્તન પેનલ જીતી

પેલાડ બુહારીની સહકારી સેવા મંડળીમાં પરિવર્તન પેનલ જીતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકાની અગ્રીમ પેલાડ બુહારી-વિરપોર જૂથ સેવા સહકારી મંડળીની ચુંટણીમાં પરિવર્તન પેનલ અને સહકાર પેનલની સામે ટક્કર જામી હતી. અને ચુંટણીમાં 95 ટકા જેટલું મતદાન થયું હતું. અને બંન્ને પક્ષોએ પોતપોતાની જીતનાં દાવા કર્યા હતા. પરંતુ ગુરૂવારે સવારે શરૂ થયેલી મતગણતરી બાદ પરિણામ જાહેર થતા પરિવર્તન પેનલનાં 12 ઉમેદવારો વિજેતા બન્યા હતા. જ્યારે સહકાર પેનલનાં ફક્ત 3 ઉમેદવારો વિજય બનતા આખરે પરિવર્તનનો પવન ફુકાયો હતો.

પેલાડ બુહારી સેવા સહકારી મંડળીનાં વર્તમાન પ્રમુખ ઇશ્વરભાઇ પટેલની સહકાર પેનલની સામે પરિવર્તન પેનલનાં કર્ણધાર પ્રેમભાઇ પટેલની ટક્કર જામી હતી. જેમાં પરિવર્તન પેનલનાં ઉમેદવાર ભરત જે. પટેલ-254, ભરત રણછોડ પટેલ-247, ચંપક ભંડારી-246, અંકિત પટેલ-233, પ્રેમભાઇ ભંડારી 231, દિપક ભંડારી-227, નટુભાઇ ભંડારી-214, શૈલેષ પટેલ-213, ઇશ્વર કેશવ હીરા-213, ખુશાલ ભંડારી-209, છત્રસિંગ ચૌધરી-206 અને દિપક સુમન પટેલ-205 મતો સાથે વિજયી થયા હતા.

જ્યારે સહકાર પેનલનાં લખુબાઇ ભંડારી-205, તરૂણ ભંડારી-225, અને દીલીપ ભંડારી-206 મત સાથે ચુંટાઇ આવ્યા હતા. અને વર્તમાન પ્રમુખ ઇશ્વરભાઇ પટેલની હાર થઇ હતી. કુલ મતદાન 446 થયું હતું. જેમાંથી 33 જેટલા મતો રદ્દ થયા હતા.

પરિવર્તનનાં 12 અને સહકાર પેનલ 3 ઉમેદવારો જીત્યા

વાલોડની મંડળીમાં ચુંટણીમાં વિજેતા ઉમેદવારો

મંડ‌ળીના વર્તમાન પ્રમુખ ઇશ્વરભાઇ પટેલની હાર

અન્ય સમાચારો પણ છે...