• Gujarati News
  • National
  • ઘર્ષણ બાદ સ્યાદલામાં ચુસ્ત બંદોબસ્ત

ઘર્ષણ બાદ સ્યાદલામાં ચુસ્ત બંદોબસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકાના સ્યાદલા ગામે બુધવારની રાત્રે ખેતરમાંથી મોટર ચોરીના પ્રકરણમાં ગામના રહીશો દ્વારા 4 જેટલા હળપતિ સમાજના લોકોની પૂછપરછ કરી હતી. સમયે મામલો ગરમાય જતાં હળપતિવાસમાં રહેતા 80થી વધુનું ટોળું આવી પહોંચતાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણમાં ચારથી વધુ મોટરસાઈકલને નુકસાન થયું હતું. જ્યારે વાતાવરણ ગંભીર બની જતાં વાલોડ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી. પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગુરુવારે આખો દિવસ તંગદિલી રહેતા આખું સ્યાદલા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

વાલોડ તાલુકાના સ્યાદલા ગામે બુધવારની રાત્રે ગ્રામજનો અને હળપતિવાસના ઈસમો વચ્ચે ખેતરોમાં મોટરચોરીના પ્રકરણ મુદ્દે ઘર્ષણ ઊભું થયું હતું. પ્રકરણના કારણે વાલોડ પોલીસના સબ ઈન્સ્પેક્ટર કે.ડી. ગોહિલ અ્ને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઈ જૂથ અથડામણ અટકાવી બંને પક્ષોની સામ સામી ફરિયાદ નોંધાવી હતી.

પ્રથમ ફરિયાદ નોંધાવતા સમીરભાઈ હસમુખભાઈ હળપતિ (રહે. સ્યાદલા)એ જણાવ્યું કે સ્યાદલા ગામના નવા ફળિયા જવાના માર્ગ પર ધવલ બાલુભાઈ પટેલ, અશોક ધીરજ પટેલ, આશિષ રવિન્દ્ર દેસાઈ, સાજન વસંતભાઈ ભક્તા, મિતુલ ભાયુભાઈ પટેલ (તમામ રહે સ્યાદલા, નવા ફળિયા)એ ગેરકાયદેસર મંડળી રચી બદઈરાદો પાર પાડવા સમીર હળપતિ અને હિતેશ ગોપાળ હળપતિને તમો મોટર તથા વાયરો ચોરી કરી છે. તેમજ જાતિવિષયક અપશબ્દો કહી અપમાનિત કરી માર મારી ઈજા પહોંચાડી હતી. આમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધાવ્યો હતો.

સામા પક્ષે દિવ્યેશભાઈ સન્મુખભાઈ ભક્ત (રહે સ્યાદલા, નવા ફળિયા)એ ફરિયાદ નોંધાવી હતી કે ભરત હળપતિ, હસમુખ હળફતિ, મિતુલ હળપતિ, પિયુષ હળપતિ, સમીર હળપતિ તથા અન્ય 15 ઈસમોએ ગેરકાયદે મંડળી રચી ગામના પાદરે આવ્યા હતા. જ્યાં સ્યાદલાના ગ્રામજનો શાંતિનગરના રહીશ રવિદાસ હળપતિ, કાળુ હળપતિ અને અન્ય એક ઈસમને ચોરી કરવા બાબતે પૂછપરછ કરતા હતા, ત્યારે હળપતિ ઈસમોએ ગ્રામજનો, છોકરાઓને મારી રહ્યા હોવાનો વહેમ રાખી છૂટાહાથ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે 4થી વધુ મોટરસાઈકલને નુકસાન કર્યું હતું. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

ગામમાં આખી રાત તંગદિલી

બુધવારનીરાત્રે 10 કલાકે ગ્રામજનો અને હળપતિવાસના રહીશો વચ્ચે ચોરીની આશંકા બાબતે ઘર્ષણ થ?ું હતું. આથી 100થી વધુ બળપતિઓનું ટોળું એકબાજુ અને બીજી બાજુ 100થી વધુ ગ્રામજનોનું ટોળું સામસામે આવી ગયું હતું. સમયે છુટા હાથની મારામારી અને પથ્થરમારો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ જો કે ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આખી રાત ગામનું વાતાવરણ તંગદિલીભર્યું બની રહેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

100થી વધુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે

સ્યાદલા ગામે બે જૂથ વચ્ચે અથડામણની જાણ થતાં વાલોડ પીએસઆઈ કે.ડી. ગોહિલ અને સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો. જો કે પરિસ્થિતિને ધ્યાને રાખી તાત્કાલિક ડીવાયએસપી ભગીરથ ગઢવીને જાણ કરીને પોલીસ બંદોબસ્ત માગ્યો હતો. રાત્રે 100થી વધુ પોલીસ જવાનો સ્યાદલા ગામે ધસી જઈ બંદોબસ્ત શરૂ કરી દીધો હતો. રાઉન્ડ ક્લોક ચોકીપહેરો ચાલુ કરી આખી રાત પેટ્રોલિંગ કર્યું હતું. ઉપરાંત ગુરુવારે પણ વિવિધ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

ધમાલ | વાલોડના સ્યાદલા ગામે ચોરીની આશંકાથી હળપતિઓને પકડતાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી

રાત્રિ દરમિયાન ટોળાએ ચારથી વધુ બાઈકને નુકસાન પહોંચાડ્યું હતું, 3ને ઈજા થઈ હતી, સામસામી પોલીસ ફરિયાદ

ઓલપાડની સાઈનાઈડ કંપનીના આમરણાંત પર ઉતરેલા ત્રણ કર્મચારીઓની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...