• Gujarati News
  • National
  • દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી વાલોડથી પકડાયો

દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી વાલોડથી પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકાના સ્યાદલા ગામે સ્મશાન નજીકની ઝાડી ઝાંખરામાંથી રૂ।. 26650 નો દારૂ ઝડપાયો. આરોપીને ખબર પડતા સ્થળ પરથી ફરાર થયો. જે વાલોડ પોલીસે ઝડપી પડી કાર્યવાહી હાથ ધરી હતી.

વાલોડના તાલુકા સ્યાદલા ગમે ગત બે દિવસ અગાઉ નવા ગાળા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ બુધીયાભાઈ હળપતિનાઓએ વેચાણ કરવાના ઇરાદે મંગાવેલ હોવાનું જાણવા મળ્યું હતું. જથ્થામાં ઇમ્પિરીયલ બ્લ્યુ વીસ્કી, હેવર્ડસ 5000, કિંગ ફિશર પ્રીમિયમ, રોયલ વ્હીસ્કી કુલ 330 નંગ કે જેની કિંમત રૂ. 26650/- નો પ્રોહિબિશન મુદ્દામાલ વગર પાસ પરમીટનો જથ્થો સંતાડી રાખવાનો ગુનો કર્યો હતો. પોલીસે મુદામાલ કબ્જે કરી રહી હોવાની જાણ થતા આરોપી સ્યાદલા ગામેથી ફરાર થયો હતો. અંગેની તપાસ પો.સ.ઈ. એ.ડી.ખાંટ કરી હતી જે દરમિયાન આરોપી પ્રવીણભાઈ બુધીયાભાઈ હળપતિના ને બાતમી આધારે ઝડપી પાડીયો હતો.

અન્ય સમાચારો પણ છે...