• Gujarati News
  • National
  • બેદરકારી | પેલાડ બુગારી, વિરપોર સહિત અનેક ગામોની પ્રજા માટે ઉપયોગી માર્ગ બિસમાર બનતા લોકોમાં રોષ

બેદરકારી | પેલાડ બુગારી, વિરપોર સહિત અનેક ગામોની પ્રજા માટે ઉપયોગી માર્ગ બિસમાર બનતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકાના વિરપોર પેલાડબુહારી ગામને જોડતા ચેકડેમ વાળા માર્ગની હાલત જર્જરિત થતાં માર્ગ રિપેરિંગ કરવામાં આવે એવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

વિરપોર ગામે પુર્ણા નદી પર બનાવવામાં આવેલ કોઝવે ચેકડેમની બંને સાઈટ પરના રસ્તાઓ જર્જરિત બની ગયા છે. ઠેરઠેર માર્ગ પર કપચી બહાર નીકળતા લાગી છે. માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. માર્ગ એકદમ જર્જરિત હાલતમાં આવી ગયો છે. ખાડા ટેકરાવાળા માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ખેડૂતો ખેતમજુરોના માટે ખૂબ ઉપયોગી એવા માર્ગની મરામત જરૂરી બની છે.

પેલાડબુહારી વિરપોર તથા આજુબાજુ ગામના લોકો માટે ખુબ ઉપયોગી માર્ગની હાલત ચોમાસાથી બદતર થવા પામી હોવા છતાં પણ બંને પંચાયત તથા માર્ગ અને મકાનખાતાના અધિકારીઓ જર્જરિત માર્ગ બનાવવા માટે ચોઘડિયાની રાહ જોઈ રહ્યા હોય એમ જણાય રહ્યાં છે. વિરપોર પેલાડબુહારીના માર્ગ પરથી દિવસ દરમિયાન વાહનોની ભરમાર રહે છે. છતાં પણ સતત ઉપેક્ષિત વલણને પગલે સ્થાનિક લોકોમા ભભૂકતો રોષ ફેલાયો છે. તાત્કાલિક રિકાર્પેટીંગ કરવામાં આવે એવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

પેલાડબુહારી વીરપોરને જોડતો કોઝવે વાળા જર્જરિત માર્ગ પરથી લોકોને પસાર થવું પણ દુષ્કર બન્યું.

વિરપોર-પેલાડબુહારીને જોડતા માર્ગની અવદશા

અન્ય સમાચારો પણ છે...