તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘ઘરને હરિયાળું રાખવા વાણી ઉપર નિયંત્રણ ખુબ જરૂરી છે’

‘ઘરને હરિયાળું રાખવા વાણી ઉપર નિયંત્રણ ખુબ જરૂરી છે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુહારીજૈન સંઘમાં બિરાજમાન પૂ. ગુરુમાના શિષ્ય પૂ. ધર્મબોધી વિજયજી મહારજે જણાવ્યું છે કે આજે મૌન એકદાશી છે. જૈન સંઘમાં શક્ય તેટલું વધુ મૌન પાળીને આદિવાસીની આરાધના થાય છે. પૂજ્યશ્રી જણાવે છે કે, જીભ એક એવું સાધન છે કે જેનાથી સંબોધો જોડી પણ શકાય છે, અને તોડી પણ શકાય, દુનિયાને ગો ગ્રીન એટલે હરિયાળું રાખવા પાણીના વપારશ ઉપર નિયંત્રણ જરૂરી છે. તેમ ઘર સંસારને હરિયાળું રાખવા વાણી ઉપર નિયંત્રણ ખુબ જરૂરી છે. જો સરવે કરવામાં આવે, તો ખ્યાલ આવશે કે હત્યા આત્મહત્યા છુટાછેડા જેવી અનિચ્છનિય ઘટનાઓના મૂળમાં ક્યાંક ને ક્યાંક વાણીનો દુષ્ટ ઉપયોગ છુપાયેલો છે. ભૂલતા નહીં કે, મહાભારતનું શિલાન્યાસ દ્રોપદીના શબ્દોએ કર્યુ હતું.

અંગ્રેજી કહેવત મુજબ વાણીએ ચાંદી સમાન છે, મૌનીએ સુવર્ણ સમાન છે. પણ આગળ વધીને કહેવું છે કે, વાણી અને મોનીનો અવસરોચિત ઉપયોગ કરતાં આવડે, સુવર્ણથી પણ ચઢિયાતું છે. એક સંસ્કૃતિ સુભાષિત મુજબ સૌથી મહાન પંડિત નથી કે જે સારુ બોલી શકે છે, કે જે સારુ મૌન પાળી શકે છે. વધુ બોલવું છીછરાપણા નાસમજ અને ટૂંકી બુદ્ધિનું લક્ષણ છે. બને ત્યાં સુધી એકેક અક્ષર પણ ઓછો બોલાય, તે રીતે ટૂંકામાં વાણી વ્યવહાર કરો. કયા શબ્દોનો શો પ્રત્યાઘાત આવે, તેની જેને સમજ હોય, તેની બોલવાનો અધિકાર નથી. આજના દિવસે બુહારી જૈન દેરાસની 113મી સાલીગીરી હોવાથી ધજાની શોભાયાત્રા નીકળશે.

અન્ય સમાચારો પણ છે...