• Gujarati News
  • National
  • બુહારીના વેપારીની કીમતી બેગ સુરતના રિક્ષાચાલકે પરત કરી

બુહારીના વેપારીની કીમતી બેગ સુરતના રિક્ષાચાલકે પરત કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકાના બુહારી ગામના વેપારી અગ્રણી જગેશભાઈ મનુભાઈ શાહે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જૈન સમાજના વિજય શાહ તેમને હોસ્પિટલ ગયા હતા અને સવારના સમયે સુરત સહરા દરવાજા પરથી રિક્ષામાં ગયા હતા અને રિક્ષામાં તેમની ખૂબ અગત્યની બેગ શરતચૂકથી રહી ગઈ હતી. બુહારીના વિજયભાઈ એમ શાહને ધ્યાને આવતા પરત મેળવવા માટે ફરી વખત રિક્ષાસ્ટેન્ડ પર પરત આવ્યા હતા પણ રિક્ષાચાલક ફેરા માટે નીકળી ગયા હતા અને નજરે પડતાં વિચારમાં પડી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી પણ મળી હતી. સુરતનો રિક્ષાચાલક GJ-5 AV 2921 રવિભાઈ ઠાકોર વનિતા વિશ્રામ પર નાનાં બાળકોનો ફેરો મારીને પરત આવતાં રિક્ષામાં બેગ પડેલી જોઈને તેના માલિકને શોધવાના પ્રયાસ કરતાં તે જે જગ્યા પરથી રિક્ષા ચલાવી હતી તે સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વિજયભાઈ શાહને ફરી વખત મળતાં કિમતી બેગ તેણે પરત કરતાં તેમને અભિનંદન આપ્યા હતા અને સુરતના રિક્ષાચાલકે આગવી ઉદારતા સાથે વિજયભાઈની બેગ પરત કરતાં માનવતાની મહેક પ્રસરાવી હતી.

રિક્ષા ચાલકે માનવતા મહેકાવી.

અન્ય સમાચારો પણ છે...