• Gujarati News
  • National
  • નવસારી અને સુરતના 94 ગામોને એલર્ટ

નવસારી અને સુરતના 94 ગામોને એલર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | આહવા,સાપુતારા, વઘઈમાં છેલ્લા અવિરત પડી રહેલા વરસાદને પગલે અંબિકા તથા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નવસારી, ચીખલી, ગણદેવી, જલાલપોર, વાંસદા તાલુકો અને સુરત જિલ્લાના નીચાણવાળા ગામોમાં નદીના પાણી ઘૂસી જવાની શક્યતાને લઈ 94 જેટલા નદી કિનારાના ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જે પૈકી સુરત જિલ્લાના કવિઠા, રાણત, અમરોલી, બગુમરા, કરાચકા, બાબલા, વાંકાનેર, ઘાત, બાગલપુર, કેળકુઈ, ચિત્રા, મીયાપુર, સેવાસણ, વેડછી, અંબાચ, ભુવાસણ, વાલોડ, વડિયા, કણાઈ, બુધલેશ્વર, શેખપુર, મહુવા, આમચક, ઉંડાચનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...