• Gujarati News
  • National
  • કણજોડ આશ્રમશાળામાં વિધાર્થીઓ હોળીના પર્વ નિમિત્તે રંગોથી રંગાયા

કણજોડ આશ્રમશાળામાં વિધાર્થીઓ હોળીના પર્વ નિમિત્તે રંગોથી રંગાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોળીનોપર્વને ખૂબજ ધામધૂમથી નાના મોટો સૌ ઊજવણી કરતા હોય છે. સોમવારે ઘૂળેટી હોવાથી એકબીજાને રંગવા માટે પૂર્વ તૈયારીઓ કરી રાખી છે. ત્યાંરે કણજોડ આશ્રમશાળામાં રહી અભ્યાસ કરતા વિધાર્થીઓએ રવીવારે હોળીના પર્વે એકબીજાને રંગો છાંટી હોળી રમી હતી. જેમાં શિક્ષક પણ જોડાયા હતાં.

વાલોડ તાલુકાના કણજોડ આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતાં આદીવાસી ગરીબ બાળકોની સાથે આચાર્ય મનીષભાઇ મિસ્ત્રી રંગ બેરંગી કલરોનો એકબીજા પર છંટકાવ કરી, પાણી ની પીચકારીઓ મારી, કાદવ કીચડ કરી, સુરોના તાલે નાચી કુદી, આદીવાસી બાળકોને કોઇ પણ વાતે ઓછુ આવે તેનુ ધ્યાન રાખી આચાર્ય અને વિદ્યાથી વચ્ચેના અંતર મીટાવી ધુળેટીનો આનંદ માળ્યો હતો. આજરીતે અન્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે હળીમળીને રહે તો બાળકો પાસે ધારણા કરતાં સારો પરીણામ મેળવી શકાય.

અન્ય સમાચારો પણ છે...