• Gujarati News
  • National
  • ડભોઈ ખાડીનાં પાણી ખેતરમાં ફરી વળ્યાં

ડભોઈ ખાડીનાં પાણી ખેતરમાં ફરી વળ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના બમરોલી ગામેથી પસાર થતી ડભોઇ ખાડી ધોધમાર વરસાદને કારણે ગાંડીતૂર બનતા ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ પાક પાણીમાં ડૂબી જવાથી ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. મળતી માહિતી મુજબ બુધવારની રાત્રિથી સુરત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જેનાં કારણે બારડોલી, મહુવા,વાલોડ પંથકમાં સારો એવો વરસાદ પડતા ઠેર પાણીઓ ભરાઈ ગયા હતા. અને નદીઓ જાણે ગાંડીતૂર બની બંને કાંઠે વહેવા લાગી હતી. જેને લઇ નિચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બમરોલી ગામની સીમમાંથી પસાર થતી ડભોઇ ખાડી ધોધમાર વરસાદને કારણે બંને કાંઠે વહેતા નદીનાં કિનારે આવેલ જમીનોમાં બમરોલીના ખેડૂત દિલીપસિંહ મહેન્દ્રસિંહ સોલંકીએ મહામહેનતે ઉભો કરેલ રીંગણ અને ભીંડાનો પાક પાણીમાં ડૂબી જવાથી તેમજ પાણીના વહેણમાં શાકભાજીના છોડ ઉખડી જતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહયું છે.

ત્રણ લાખનું નુકસાન

બમરોલીનાખેડૂત દિલીપસિંહ મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકીએ ત્રણવીંધા રીંગણનું વાવેતર કર્યું હતું છોડ પર રીંગણ લાગવાના શરુ થઇ ગયા હતા. અને તેમણે બે વીંધા ભીંડાનું વાવેતર પણ કર્યું હતું. અને પાકને ઉગાડવામાં અત્યાર સુધીમાં સારો એવો ખર્ચ કર્યો હતો પરંતુ વરસાદને કારણે નદીઓમાં પાણી આવતા પાણી ખેતરમાં ફરી વળતા રીંગણ અને ભીંડાના છોડ પાણીમાં ડૂબી જવાથી તેમજ નદીના પાણીના વહેણના કારણે સંપૂર્ણ પાક નાશ પામ્યો છે અને આશરે ત્રણ લાખ જેટલું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

બમરોલી ગામના ખેડૂતના તૈયાર શાકભાજી પાકમાં પાણી ભરાતા લાખોનું નુકસાન

ડભોઈ ખાડીનું પાણી ખેતરમાં ફરી વળતા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...