• Gujarati News
  • National
  • રેલીમાં ભાગ લેવા સુરત અને તાપી જિલ્લાના આંગણવાડી કાર્યકરો ગાંધીનગરમાં ઊમટ્યા

રેલીમાં ભાગ લેવા સુરત અને તાપી જિલ્લાના આંગણવાડી કાર્યકરો ગાંધીનગરમાં ઊમટ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયપ્રદેશ આંગણવાડી કર્મચારી મહાસંઘ ઘણા સમયથી પડતર માંગણીઓ નિરાકરણ માટે આશાવર્કર, મધ્યાહનભોજન જેવી ફિક્સ પગારમાં કામ કરતાં લોકોની પડતર પ્રશનોની માંગણીનો નિકાલ નહીં આવતા વિશાળ મહારેલી ગાંધીનગર ખાતે રાખવામા આવી હતી. જેમાં ગુજરાતમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને સુરત તાપી સહિત ની બહેનોએ વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી વર્કર તથા હેલપરના વર્ષો જૂના પડતર પ્રશ્નની માંગણી કરવા છતાં નિકાલ આવતા ભારતીય પ્રદેશ આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ ગ્રાઉંડ પર રેલી રાખવામા આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ભારતીય મજદૂર સંઘના પ્રમુખ વી.કે.ચાવડા, મંત્રી અરવિંદ પરમાર, સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘના ઉપપ્રમુખ બિપિન લંગારિયા સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિશાળ જનમેદનીને સંબોધી હતી. બહેનોની વિશાળ હાજરી જણાઈ આવી હતી.

આંગણવાડી વર્કર અને હેલ્પરોની વિવિધ માંગણીઓ આજદિન સુધી સ્વીકારવામાં આવી નથી અને ફિક્સ પગાર પર રાખીને વધુ કામગીરી કરાવવામાં આવે છે આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરો વગેરે જણાવ્યુ હતું.

પી.એફ તથા ઇ.એસ.આઇનો લાભ આપવો અને ગ્રૂપ ઈન્સ્યોરન્સ સાથે ડીલ કરી મેડિકલ ફેસિલિટી આપવી અને અને જૂની પડતર તમામ માંગણીઓનો અમલ થાય તો આવનારા દિવસોમાં દિલ્હી ખાતે દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ગુજરાતભરના આંગણવાડી કાર્યકરોએ પ્રશ્નોનું નિવારણ લાવવા માંગ કરી

આંગણવાડીના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે રેલી યોજાઇ

આંગણવાડીના કર્મચારીઓ પ્રશ્નોેની રજૂઆત માટે ગાંધીનગર પહોચ્યા.

અન્ય સમાચારો પણ છે...