તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાપીમાં તા. પંચાયતની 3 બેઠકોની ચૂંટણીમાં 70 ટકાથી વધુ મતદાન

તાપીમાં તા. પંચાયતની 3 બેઠકોની ચૂંટણીમાં 70 ટકાથી વધુ મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના વ્યારા, ડોલવણ, ઉચ્છલ તાલુકાની બેઠક પર ચૂંટણી આવી છે, જેને પગલે આજે મતદાનના દિવસે ગરમ માહોલ છવાયો હતોે વ્યારાની બાલપુર બેઠક ડોલવણની કાકડવા બેઠક ૭૮.૬૫ % મતદાન અને ઉચ્છલની તાલુકા પંચાયતની મોગરણ બેઠક મતદાન કુલ મતદારો ૩૨૬૪માંથી ૨૭૪૧ મતદાન કરતાં ૮૫ % થયું હતું. સદસ્યો સરપંચ બનતાં પેટા ચૂંટણી આવતા ભાજપ કોંગ્રેસ બંને રાજકીય પક્ષોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી અને જીતના દાવા કર્યા હતા

બંને પક્ષના રાજકીય નેતાઓએ બધી બેઠક કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. કબજે કરવા કમર કસતા મતદારોને રિઝવવા માટે પ્રયાસ હાથ ધરતા ઘર ઘર પહોંચીને મતદાન કરાવ્યું હતું. ડોલવણ તાલુકા કાકડવા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કાકડવા કુલ મતદારો, ૨૪૦૩. થયેલું મતદાન ૧૮૯૦. કુલ બુથ (૭૮.૬૫%) તથા વરજાખણ કુલ મતદારો ૧૩૩૦ થયેલું મતદાન ૯૮૨. કુલ બુથ (૭૩.૮૦) કુલ મતદારો ૩૭૩૩ થયેલું મતદાન ૨૮૭૨ કુલ બુથમાં 76.૯૩ % મતદાન થયું છે. આગામી દિવસોમાં રાજકીય પક્ષોના રાજનીતિજ્ઞોની ગણતરી કેટલે અંશે સફળ રહે તે પરિણામ બાદ સ્પષ્ટ થશે.

તાપી જિલ્લાના તાલુકાઓની ખાલી બેઠકની પેટા ચૂંટણી.

પેટાચૂંટણી આવતા ભાજપ કોગ્રેસનો પ્રતિષ્ઠાનો જંગ

બે ભાજપ પાસે અને એક કોગ્રેસ સીટ હોવાથી ભારે રસાકસી

અન્ય સમાચારો પણ છે...