• Gujarati News
  • National
  • વેડછીમાં હોળીનો ફાગ ઓછો પડતાં રિક્ષામાં સવાર 3 યુવકોને માર મરાયો

વેડછીમાં હોળીનો ફાગ ઓછો પડતાં રિક્ષામાં સવાર 3 યુવકોને માર મરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના વાલોડ તાલુકાના વેડછીથી અંબાચ જતા માર્ગ પર હોળીનો ફાગના નાણાં ઓછા આપવા બાબતે બારડોલીના ત્રણ મુસ્લિમ યુવકોને ઢોર માર મારતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. વાલોડ પોલીસે પરિસ્થિતિ તંગ બને તે પહેલા મામલો કાબુમાં લઈ તાત્કાલિક પગલાં લેતા ટોળામાં સામેલ બે યુવકોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં. જ્યારે અન્ય બે યુવકોના નામ ખુલતા ઘર છોડી ફરાર થયા હતા.

બારડોલીના ત્રણ યુવાનો વ્યારા તાલુકામાં કપુરા ખાતે આંબાની વાડી રાખી હોય ધૂળેટીના દિવસે બપોરના અઢી કલાકે બારડોલીથી નીકળી વાયા વાલોડ થઈ કપુરા વાડી ખાતે દેખરેખ માટે રિક્ષામાં જતા હતા ત્યારે વેડછી ગામ છોડી ત્રીજા માઈલ નજીક હોળીનો ફાગ માંગતા યુવાનો દ્વારા રીક્ષાને અટકાવવામાં આવી હતી. રિક્ષા ચાલક અબ્દુલમન્નન અબ્દુલ રઉફ કાગઝીએ 20 રૂપિયા આપતા ફાગ ઓછો પડતા રીક્ષા અટકાવી વધુ ફાગની રકમની માંગણી કરી હતી. રીક્ષા ચાલકે વધુ નાણાં હોવાનું કહેતા ઉશ્કેરાટમાં આવી રીક્ષા પર ચઢી ગયા હતા. અને રિક્ષામાં બેસેલ અન્ય બે મુસાફરોમાં જુનેદ નિશાર શેખ તથા રાઈન આરીફ યાસીનને

...અનુસંધાન પાના નં.2

ઉશ્કેરાટમાં આવી માર મારવા લાગ્યા હતા. રીક્ષા ચાલાક જીવ બચાવવા રીક્ષા આગળ લઈ જતા અન્ય બે જગ્યા પર અટકાવી માર માર્યો હતો. ઇજાગ્રસ્તોનાં જણાવ્યા મુજબ ટોળામાં 10 થી 15 વ્યક્તિઓ દ્વારા રીક્ષા ચાલક તથા અન્ય બે સવારોને મૂઢ માર તથા લાકડી તથા લોંખડના પાઇપના સપાટાથી માર માર્યા હતા. રિક્ષાને ટોળાએ નુકશાન કરી રિક્ષાના ટાયર ફોડી નાખવામાં આવ્યા હતા. ત્રણેવ રિક્ષામાં સવાર લોકો રીક્ષા રસ્તા પર છોડી પોતાના જીવ બચાવવા નજીકમાં આવેલ એક ઘરમાં બે વ્યક્તિ તથા અન્ય રાઈન નજીકના શેરડીના ખેતરમાં સંતાઈ ગયા બાદ તેમણે વાલોડ રહેતા અબ્દુલ મન્નનના સગાઓને ટેલિફોનિક જાણ કરતા સગાઓ કારમાં આવી વાલોડ ખાતે લઈ આવ્યા બાદ વાલોડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતાં. ઘટના અંગે વાલોડ પોલીસને જાણ કરી હતી. વાલોડ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી ટોળામાં મુખ્ય સૂત્રધાર તેજસ રમેશ ચૌધરી તથા કૌશિક વીરસિંઘ ચૌધરીની ધરપકડ કરી હતી. જ્યારે તપાસમાં અન્ય બે આરોપી અંકિત અને મિતુલની ઘર છોડી ફરાર થઈ ગયા હતા. વાલોડ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બારડોલીના યુવકોને માર મારનારા બે યુવકોની પોલીસે અટક કરી

અન્ય સમાચારો પણ છે...