Divya Bhaskar

Home » Daxin Gujarat » Tapi District » Valod » વાલોડમાં ભીલીસ્તાન ટાઇગર સેનાની આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

વાલોડમાં ભીલીસ્તાન ટાઇગર સેનાની આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:45 AM

તાપી જિલ્લાના વાલોડમાં ભીલીસ્થાન ટાઇગર સેનાએ દ્વારા ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં આખા...

  • વાલોડમાં ભીલીસ્તાન ટાઇગર સેનાની આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
    તાપી જિલ્લાના વાલોડમાં ભીલીસ્થાન ટાઇગર સેનાએ દ્વારા ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં આખા તાપી જિલ્લામાંથી 3000 જેટલા આદિવાસી સમાજના લોકો જોડાયા હતા, તાપી જિલ્લાના ઉકાઈ ખાતેથી રેલી નિકળી જે સોનગઢ અને વ્યારા નગરમાં ફરી ત્યાંથી વાલોડ મુકામે રેલી આવી પહોંચી હતી અને સમગ્ર વાલોડ ગામમાં પગપાળા રેલી કાઢી નાચગાન સાથે આખા ગામમાં ફરી આખરે ગ્રાઉન્ડ પર પહોંચી ત્યાં રેલી સભા સ્વરૂપે ફેરવાઈ હતી.

    રેલીની પૂર્ણાહુતિ કરી ભીલીસ્થાન ટાઇગર સેના તાપી જિલ્લા મહામંત્રી રાકેશ ચૌધરી, વાલોડ મુસ્લિમ સમાજના આગેવાન બસીરભાઈ અને અન્ય સભ્યો તથા પ્રમુખ ધવલભાઈ ચૌધરીએ સભાને સંબોધન કરતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કયા હેતુથી કરવામાં આવી છે અને હાલની સરકાર દ્વારા જે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે એનો પણ વિરોધ દર્શાવવામાં આવ્યો અને લોકોને સંગઠિત થવા માટે આહવાન કર્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending