• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Valod
  • વાલોડ તાલુકા પંચાયતના પક્ષપલટો કરનારા બે કોંગ્રેસીઓ સામે પક્ષાંતર ધારા હેઠળ કેસ

વાલોડ તાલુકા પંચાયતના પક્ષપલટો કરનારા બે કોંગ્રેસીઓ સામે પક્ષાંતર ધારા હેઠળ કેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પુરી થતા કોંગ્રેસના બે સભ્યોએ પક્ષ પલટો કરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષનું પદ મેળવનારા હોદેદારો વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ તાલુક પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસના સભ્યએ કરેલ ફરિયાદને આધારે 21મી ઓગસ્ટના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે હાજર રહેવા પત્ર આવતા તાલુકાનો રાજકરણમાં ગરમાટો આવ્યો છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ વાલોડ તાલુકાની કુલ 16 બેઠકો પર કોંગ્રેસના 9 સભ્યો અને ભાજપના 6 અને 1 અપક્ષ હોવાથી કોંગ્રેસને સ્પષ્ટ રીતે બહુમતી મેળવેલ હોય અગાઉના અઢી વર્ષ માટે સત્તા ભોગવી હતી. અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલાક કોંગ્રેસના સભ્યો વચ્ચે સત્તા મેળવાની લાલસા નજરે પડતા વાલોડ તાલુકા ભાજપના માંધાતાઓએ બાજ નજર રાખી બાકી રહેતી અઢી વર્ષની ટર્મની મતદાન પહેલા કોંગ્રેસની નેતાગીરીને ચકમોં આપી કોંગ્રેસના રવલીબહેન કોંકણી તથા ખુશાલભાઈ નાયકાને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી કોંગ્રેસનું રાજકીય ગણિતને ચોપાટ પાડી દીધું હતું. તાલુકા પંચાયતના અઢી વર્ષના શાસન માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ રવલીબહેન કોંકણીને ભાજપે મેન્ડેટ આપી 9 ની સામે 7 થી પ્રમુખપદ હાંસિલ કર્યો હતો, અને કોંગ્રેસના સપના ચકનાચૂર કર્યા હતા, અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બીજા સભ્ય ખુશાલભાઈ નાયકાને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે પદ આપી બન્ને પક્ષાંતર કરનારા સભ્યોને ખુશ કરી દેવામાં આવ્યા હતા.

પક્ષપલટાને કારણે કોંગ્રેસને નુકસાન થયું હોવાથી આ બે બાગી સભ્યો સામે કોંગ્રેસે માજી કારોબારી અધ્યક્ષ અને હાલના તાલુકા પંચાયતના સભ્ય ભીખુભાઇ દયારામભાઈ પ્રજાપતિ બાજીપુરાનાઓએ બન્ને સભ્યો વિરુદ્ધ પક્ષાંતરધારા 1986 ની કલમ 3 હેઠળ વાલોડ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવી તેમની સામે કાયદેસર પગલાં ભરવા વિવાદ અરજી ગુજરાત રાજ્ય નામોનિર્દિષ્ટ અધિકારી પંચાયત ગ્રામ ગૃહનિર્માણ ગાંધીનગરની કચેરીમાં ફરિયાદ દાખલ કરેલ હતી. જે અન્વયે ઉપરોક્ત બંને સભ્યોને જવાબો સાથે હાજર રહેવા પત્ર મળતા વાલોડ તાલુકાના રાજકરણમાં ગરમાટો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...