વાલોડની શાળાનું કલા મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુર| વાલોડની સ.ગો. હાઈસ્કૂલ તથા દ.ના.પટેલ ઉ.માં. શાળાએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તા. 28 અને 29 જૂનના ઉંચામાળા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં શાળાની છ કૃતિઓ લઇ જવામાં આવી હતી, જેમાં સુગમ સંગીતમાં 6 થી 14 વય જૂથમાં હળપતિ તન્વી કૌશિકભાઈ અને 15 થી 20 માં ચૌધરી ખુશી રાકેશભાઈ તેમજ ગીત સ્પર્ધામા 6 થી 14 માં ચૌધરી નિધિ માનસિંગભાઈ અને 21 થી 59માં શાળાના શિક્ષિકાબહેન અર્પિતાબેન એમ. સિંહલ તથા એકપાત્રીય અભિનયમાં રંગરેજ આફતાબ ખલીલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, અને સમૂહગીતમાં તૃતીય ક્રમ મેળવ્યો હતો, આમ કુલ 5 કૃતિઓ હવે ઝોન કક્ષામાં ભાગ લેશે તથા શાળાએ ખેલ મહા કુંભમાં કબડ્ડીની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...