તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાલોડના બુહારી ગામે નિરંજના શ્રીજી મા.સ. કાળધર્મ પામ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડના બુહારી ગામે નિરંજના શ્રીજી મા.સ. કાળધર્મ પામ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના વાલોડ તાલુકાના બુહારીના જૈન સાધ્વી નિરંજનાશ્રીજી મા.સ. કાળધમૅ પામતા જૈન સમાજના શ્રાવકો શ્રાવિકોની સાથે ચાર ફિરકા, ચતુવિદસંઘ, આજુબાજુ ગામના શ્રધ્ધાળુઓ પણ બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા. બુહારી જૈન ઉપાશ્રયમા પૂ. સાધ્વી નિરંજના બાળવયે ગૃહસ્થજીવન છોડીને જૈન ધર્મના ભગવંતોની નિશ્રામા નાની ૧૩ વર્ષમા દિક્ષા લીધી હતી. સતસંગ, પ્રવચન કરીને જૈન ઉપાશ્રયમા જ્ઞાનસરિતાનુ રસપાન કરાવતા હતા. સાધ્વી નિરંજના મા.સા (મૂળ.સુરત) હતા સોમવારે જૈન ઉપાશ્રયખાતે સવારના ૭:૧૫ કલાકે કાળધમૅ પામતા સકળ જૈન સંઘ ઉપાશ્રય ઉમટી પડયા હતા. બુહારીનગર ખાતે વાયુવેગે પ્રસરી જતા ગામજનો પણ આવી પહોચીયા હતા.અને આજુબાજુના લોકો પણ હાજર રહ્યા હતા. બુહારી નગરના જૈન સમાજના પ્રમુખ સુનીલ શાહ, મંત્રી જીનેશશાહ, ટ્રસ્ટી હર્ષદ શાહ બુહારીના આગેવાન ઉદયભાઇ દેસાઇ સહિત જૈનોએ સન્માન સાથે નગરમાં પાલખીયાત્રા બૈન્ડવાજા સાથે ‘જય જય નંદા, જય જય ભદ્રા’ સાથે નગરમાં ગુલાલની છોડો ઉડાડી હતી. બુહારીના ગામજનોને સાધ્વી નિરંજનાશ્રીજી મા.સા.ના દર્શનનો લાહવો મળ્યો હતો. નિરંજનાશ્રીજી મા.સ.ના સ્વજનોએ જૈનસંઘ બુહારીનો આભાર વ્યકત કર્યો હતો.

જૈન સંઘ અને ગ્રામજનો પાલખીયાત્રામાં જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો