તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નદીમાંથી મળેલી 2 બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુર | વાલોડ તાલુકામાંથી પસાર થતી પૂર્ણ નદીમાં કણજોડ ગામે નદી કિનારે એક અજાણ્યા ઈસમની લાશ પાણીમાં તળાઈને આવી હતી. આ ઈસમની ઉમર આશરે 50 વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણ વાલોડ પોલીસ સ્ટેશને કરતા બુહારી આઉટ પોસ્ટના કર્મીઓએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢી ઓળખ વિધિ અને પોસ્ટમોર્ટમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાશને વધુ સમય રાખી ન શકે તે હદે સડી ગયેલ હોવાથી વાલોડ પોલીસ, અમર સેવા ગૃપ, રોડીશ ગૃપે વાલોડ ખાતે સ્મશાનમાં લાશની અંત્યેષ્ઠી કરવા જરૂરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...