તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધુળેટીમાં થયેલી માથાકૂટમાં વેડછીના રહીશોની 3 રિક્ષાસવારો સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીમાં થયેલી માથાકૂટમાં વેડછીના રહીશોની 3 રિક્ષાસવારો સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના વાલોડ તાલુકાના વેડછીથી અંબાચ જતા માર્ગ પર ધુળેટીના દિને બનાવ બાબતે ફાગના નાણાં ઓછા આપવા બાબતે બારડોલીના ત્રણ મુસ્લિમ યુવકોને ઢોર માર માર્યા અંગેની ફરિયાદ ધુળેટીના દિને કરવામાં આવી છે. આજ બનાવની સામાં પક્ષે વેડછીના રહીશો દ્વારા બારડોલીના ત્રણ યુવાનો વિરુદ્ધ જાહેર માર્ગ પરથી પસાર થતા રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરી રિક્ષા ચઢાવી દઈને મારી નાંખવાની કોશીસ બાબત એક ફરિયાદ બ્રહ્મપાલ રમેશભાઈ ચૌધરીએ તા. 16 ના રોજ કરતા મામલો ગરમાયો છે. વેડછી ખાતે ધુળેટીના દિને બારડોલીના ત્રણ યુવાનોને માર માર્યા અંગેની ફરિયાદની સામે ગઈ કાલ તા. 16 મીના રોજ સાંજના સમયે વેડછીના બ્રાહ્મપાલભાઈ રમેશભાઈ ચૌધરી (રહે. વેડછી, નવું ફળિયું, તા. વાલોડ, જિલ્લો તાપી)નાંઓએ બારડોલીના ત્રણ યુવાનો રિક્ષા ચાલક અબ્દુલમન્નન અબ્દુલ રઉફ કાગઝી, રાઈન આરીફ યાસીન તથા ઉબૈદ નિશાર શેખ (તમામ રહે બારડોલી)નો વિરુદ્ધ ...અનુસંધાન પાના નં. 2

ફાગ ઉઘરાવવા બાબતે રિક્ષાસવાર અને ગ્રામજનો બાખડ્યા હતા

સામસામે ફરિયાદ બાદ વેડછીમાં અજંપાભર્યુ વાતાવરણ સર્જાયું

યુવકોની અટક કરાઇ

1.સંજીવ અનિલભાઈ પટેલ 2. પિયુષ સોનજીભાઈ ચૌધરી 3. જીતુભાઇ ભીલાભાઇ ચૌધરી 4. રાકેશ લલ્લુભાઇ ચૌધરી 5. સિદ્ધાર્થ અજીતભાઈ ચૌધરી 6 બ્રાહ્મપાલ રમેશભાઈ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો