તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર ઇમ્પેક્ટ | દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરી દેવામા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇમ્પેક્ટ | દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરી દેવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના વાલોડ મુખ્ય મથકે છેલ્લા ચાર દિવસથી વોટરવર્કસ જતી ભાવના હોટલ પાસેની પાણીની પાઇપ લાઇનમાં ભંગાળ પડ્યું હોવા છંતા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા હતા.

આજરોજ સવારે તંત્ર દ્વારા આળસ ખંખેરી ભંગાણ દૂર કરવા વાલોડ ગ્રામ પંચાયતના કર્મચારીઓ પ્રથમ આવી ભંગાળનું નિરીક્ષણ કરી જતા રહ્યા હતા. બાદમાં મજૂરો મળતા ગ્રામ પંચાયતના સભ્યનું જેસીબી મશીન લાવી ખાડા ખોદી સમાર કામ કરવાના શરૂઆત કરી હતી. આજે ભરઉનાળે વાલોડ નગરમાં પાણી માટે બુમો પડી રહી છે ત્યારે મુખ્ય લાઇનનુ ચાર-ચાર દિવસના વહાણા વિતવાનો સમય થવા છતા કેટલુય પાણી ભંગાળમાંથી વહી ગયું હતું. અંગેના સમાચાર દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા તાત્કાલિક પગલાં લઈ સમારકામ કરવાની તજવીજ હાથ ધરી હતી. વાલોડ નગરમાં વોટરવર્કસની પાઇપ લાઇનમાં ચાર દિવસથી માટી યુક્ત પાણી પાઇપ લાઈન મારફત ગ્રામજનોના ઘરમાં પહોંચ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા પાણીની ટાંકીમાં કલોરીનની ગોળીઓ નાખી પાણીજન્ય રોગોથી લોકોને સુરક્ષા મળે, નવા શાસકોએ વોટર વર્ક્સની પાઇપ લાઈનમાં થતું ભંગાળ અંગે કોઈક ફરિયાદ આવે તો ફરિયાદ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવું જોઇએ. જો રીપેરીંગ તાત્કાલિક કરવામાં આવે તો લોકોના સ્વાસ્થ્યને અસર કરશે નહીં. અને જો અંગે ઢીલ વર્તવામાં આવશે તો વાલોડ કોઈક મોટા પાણીજન્ય રોગગ્રસ્ત થાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.

વાલોડ ગામે પાણીની લાઈનમાં પડેલ ભંગાણ રિપેર કરાયું.

વાલોડમાં પાણીની લાઇનમાં પડેલું ભંગાણ અંતે રિપેર કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો