તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલીમાં ચપ્પુથી હુમલો કરનાર ઈસમની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં ચપ્પુથી હુમલો કરનાર ઈસમની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનગરના સુરત વાલોડ હાઈવે પર આવેલ અન્સારી શોપિંગમાં જૂની અદાવતમાં બે યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક યુવાનને એવેશમાં આવી ચપ્પુના ઉપરા છપરી બીજા યુવાના શરીરે મારી દેવાની ઘટમાં બારડોલી પોલીસે હુમલો કરનારની શુક્રવારે ધરપકડ કરી હતી. ગુરુવારના બપોરના સમયે અંસારી શોપિંગ સેન્ટરના ટ્રાવેલ્સની ઓફિસમાં અજમન આરીફ કીમાણી (રહે. દેસાઈવીલા પાછળ, બારડોલી) જૂની ઝઘડાની અદાવતમાં અક્સા નગરમાં રહેતા સરફરાજ રફીક પીરાબાણે વચ્ચે બોલાચાલી થઈ હતી. અને ઝઘડો થયો હતો. જેમાં સરફરાજ પીરવાણ ઉશ્કેરાઈ ગયો હતો. અને લાકડીથી બે સપાટા માર્યો બાદ ચપ્પુના ઉપરા છાપરી ઘા મારતાં ગંભીર હાલતમાં અજમન કીમાણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હકીકત અંગે પોલીસમાં ફરિયાદ આપતાં ગુનો નોંધાયો હતો. જોકે, હુમલો કરી ભાગી ગયેલ સરફરાજને બારડોલી પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો