• Gujarati News
  • National
  • વાલોડ બારડોલી રોડની કામગીરી અંતે શરૂ કરવામાં આવી

વાલોડ-બારડોલી રોડની કામગીરી અંતે શરૂ કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ-બારડોલી ત્રણ વલ્લા સુધીનો માર્ગ આજે ત્રણ વર્ષ વીતી જવા છતાં કામગીરી મંથર ગતિએ ચાલી રહી હતી. તે કામગીરી અંગે દિવ્ય ભાસ્કરમાં સમાચારો આવતાં આખરે મોડે મોડે કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત થઇ છે.

બારડોલી ત્રણ વલ્લાથી અલ્લુ બોરિયા નહેર સુધી સુરત જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગના હસ્તક કામગીરી તથા અલ્લુ બોરિયાથી વાલોડ થઇ ખાનપુર સુધી તાપી જિલ્લાના રાજ્ય ધોરી માર્ગના હસ્તક કામગીરી ચાલી રહી હતી. સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો છૂટો પડ્યા બાદ શિકેરથી વાલોડનો માર્ગ બનાવવામાં આવ્યો ન હતો તે માર્ગ બનાવવાની શરૂઆત થતાં પંથકના લોકોમાં ખુશી દેખાઈ રહી હતી. આશરે ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ પણ હજી કામગીરી સંપૂર્ણ થઇ નથી. જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો.

આ માર્ગ પર આશરે ત્રણ વર્ષ અગાઉ ટેન્ડરિંગ થયું હોય જે તે સમયના માલસામાનના ભાવ અને આજના ભાવોની સરખામણી કરતાં કામગીરીમાં વિલંબને કારણે વાપરવામાં આવતો માલ સામાનની ગુણવત્તામાં ફેરફાર થવાની શંકા સેવાઈ રહી હતી. આ માર્ગની સમય મર્યાદા લગભગ ફેબ્રુઆરી 2017માં પૂર્ણ થઇ હોવાની ચર્ચા થઈ રહી હતી. દિવ્ય ભાસ્કરમાં સમાચારો આવતાં વહીવટી તંત્રે કામગીરીમાં વેગ લાવી રસ્તા ઉપર પટ્ટાઓ, સાઈડ સોલ્ડરીંગ, સાફ સફાઈ હાથ ધરી કામગીરી પૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરતા હાલ આશ્વાસનની સાથે લોકોએ રાહત અનુભવી હતી. કામગીરી અંગે ક્વોલિટી કન્ટ્રોલ બોર્ડ પાસે કામમાં વાપરવામાં આવેલ માલ સામાનની ચકાસણી કરાવવી જરૂરી છે. આ માર્ગ સંપૂર્ણ બની ગયા બાદ ગેન્ટરી બોર્ડ, વિલેજ બોર્ડ, ફર્નિચર, કિ.મી. બોર્ડ, સાઈડ સ્ટોન બનાવવા જરૂરી હોવા છતાં કામગીરી થશે કે માત્ર ચોપડે જ આ કામો થઇ જશે તે હવે જોવું રહ્યું.

ભાસ્કર ઈમ્પેક્ટ
બારડોલી વાલોડની રોડની કામગીરી શરૂ કરી, દિવ્ય ભાસ્કરમાં છપાયેલો અહેવાલ

બારડોલી વાલોડની રોડની કામગીરી શરૂ કરાતાં લોકોએ રાહત અનુભવી હતી.

આખો રસ્તો રિકાર્પેટ ન થયો તે નબળી કામગીરી બતાવે છે
સુરત જિલ્લા રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તક ચાલી રહેલી કામગીરી વાંકાનેર બાયપાસ રોડ પર બોટલનેક એરિયા તથા અકસ્માત ઝોન બનેલા ખાડીપુલની આજુબાજુનો વિસ્તારના માર્ગ પર હજી કામગીરી શરૂ કરી નથી. ત્યાં પણ પટ્ટાઓ પાડવાનો આશય સમજી શકાય તેમ નથી, અલ્લુ બોરિયાથી આફવા સુધી જેટલો માર્ગ પહોળો કરવામાં આવ્યો છે. તેના ઉપર કામગીરી કરી છે પરંતુ આખા રસ્તે કારપેટ ન થતાં નબળા કામની ચાડી ખાય છે અને તેના ઉપર પટ્ટાઓ લગાવી સાઈડ સોલ્ડરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...