• Gujarati News
  • National
  • ગોલણ લિજજત પાપડ કેન્દ્રમાં છૂટી કરેલી બહેનના પ્રવેશ મુદ્દે બબાલ

ગોલણ લિજજત પાપડ કેન્દ્રમાં છૂટી કરેલી બહેનના પ્રવેશ મુદ્દે બબાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોલણ લિજજત પાપડ કેન્દ્રમાં સંસ્થાએ વર્ષ 2005માં છૂટી કરેલી બહેનએ શનિવારે સંસ્થામાં પ્રવેશ કરતા બારે બખેડો સર્જાયો હતો. આ સંસ્થાની સંચાલિકા તેમજ અન્ય બહેનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હોવાનો છૂટી કરાયેલી મહિલાઓનો આક્ષેપ છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમને હવે આ સંસ્થામાં પ્રવેશવા મંજૂરી મળી ગઈ છે છતાં તેમને રોકવામાં આવી રહ્યા છે. બાદમાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.

વાલોડ અને ગોલણ ખાતે કેટલાક સમયથી સભ્ય બહેનોમાં અસંતોષ ચાલતો હોવાની બુમ ઉઠી છે. જે બહેનો સંચાલિકાઓ સામે કે વહીવટી તંત્ર સામે અવાજ ઉઠાવે તો કાઢી મુકાય છે.

શનિવારે કૌશિકાબહેન ચૌધરીને વર્ષ 2004 માં તેમની સાથે 4 જેટલી બહેનોને છુટા કરવામાં આવતા તેમણે મજૂર અદાલત સમક્ષ દાવો કર્યો હતો. જેમને 14 ફેબ્રુઆરીના રોજ લિજ્જત પાપડ કેન્દ્રની મુંબઈ, વાલોડ, ગોલણ શાખાને ઉદ્દેશી પત્ર લખી જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીના રોજ પોતે સંસ્થામાં 10 કલાકે મારી ફરજ પર હાજર થઇ અને કોઈ ફરજ પર આવતા અટકાવે નહીં તે માટે સંસ્થાને આગોતરી જાણ કરી સંસ્થામાં પ્રવેશ કરવા પ્રયાસ કરતા કૌશિકાબહેન, ઇલાબહેન પંકજભાઈને ગોલણ કેન્દ્રની બહેનો તથા કહેવાતા સંચાલિકા રમીલાબહેન પટેલે પ્રવેશ કરતા અટકાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...