તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાલોડ | વાલોડતાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર

વાલોડ | વાલોડતાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વાલોડતાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા કાયર અને અમાનવીય આંતકવાદી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કૃત્યને અંજામ આપનારાઓ સામે સરકારે આકરી નિંદાથી આગળ વધી ભયંકર વિનાશક આક્રમણ માટે તમામ જવાબદારોને સજા કરવા માટે ઝડપથી પગલાં ભરવા માટે વાલોડ ખાતે ભાવના હોટલથી બે મિનિટનો મૌન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાવના હોટલથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી હતી.મામલતદાર કચેરીએ રેલી લઈ જઇ વાલોડ નાયબ મામલતદાર કિશોરભાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય હરીશભાઈ ચૌધરી, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ રાહુલભાઈ હળપતિ, મહામંત્રી બિલાલ બાગી, અજયભાઇ ગામીત, મહેબૂબ મીરઝા, રણધીરસિંહ પરમાર, મયંક દરબાર, અલ્તાફ કાઝી વગેરે હાજર રહ્યા હતા.

અમનાથ યાત્રીના હુમલાનો વાલોડ કોંગ્રેસ દ્વારા વિરોધ

અન્ય સમાચારો પણ છે...