તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુહારીમાં રેશનિંગનુ અનાજ ઓછું અપાતું હોવાની બૂમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના બુહારી ખાતે આવેલ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના સંચાલકો તરફથી સરકાર દ્વારા નક્કી કરેલ જથ્થો પૂરતા પ્રમાણમાં અનાજ ન આપતા હોવાની ફરિયાદ વાલોડ મામલતદારને કરી હતી, જે કાર્યવાહીથી અસંતુષ્ઠ ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસની માંગણી કરી હતી.

દાદરીયા ગ્રામજનો દ્વારા કલેકટર તાપીને આપેલ આવેદનપત્ર આપી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં બુહારી ખાતે આવેલ બુહારી વિભાગ બાગાયત ઉત્પાદન રૂપાંતરણ અને વેચાણ કરનારી સહકારી મંડળી સંચાલિત વ્યાજબી ભાવની દુકાનમાંથી બીપીએલ તથા એપીએલ રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવતું હોય છે, જેમાં સરકારના ધારા ધોરણ મુજબ નક્કી થયેલ ભાવો અને જથ્થામાં પૂરતા પ્રમાણમાં અનાજ વિતરણ કરવામાં આવતું ન હોવાનું તથા નિયત જથ્થામાંથી કપાત કરીને દર માસે અનાજ આપવામાં આવી રહ્યો છે, તથા ગ્રામજનો દ્વારા દુકાનદારને પુછપરછ કરતા સરકાર દ્વારા ઓછો જથ્થો આપવામાં આવી રહ્યો હોવાનું મૌખિક રીતે જણાવતા હોવાનું જણાવ્યું છે.

આ ઉપરાંત રેશનકાર્ડ ધારકોને મળતા કુલ પુરવઠાની ઓનલાઇન પ્રિન્ટ કુપન સ્વલિખિત ફેરફાર કરી ઓછો જથ્થો આપવામાં આવે છે.તા.24મી સપ્ટેમ્બરના રોજ મામલતદાર વાલોડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે કોઈ કાર્યવાહી ન થયા હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. તથા દુકાનદાર દ્વારા હાલ સુધી ઉપરોક્ત પ્રમાણેની ગેરરીતિ આચરવામાં આવી રહ્યાનું જણાવી કલેકટર તાપી દ્વારા જરૂરી તપાસ કરાવી ન્યાયિક હિતમાં કાર્યવાહી કરવા માટે દાદરીયા ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવતા હાલ વાલોડ પુરવઠા વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ત્યારે હવે ગ્રામજનોની આ ફરિયાજને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવે તે જોવું રહ્યું .

સ્થળ તપાસ કરી ગ્રામજનોના નિવેદન લેવાયાં
વાલોડના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર જાધવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્થળ તપાસ હાથ ધરી છે દાદરીયા ગામના ગ્રામજનોના નિવેદનો લેવાના શરુ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...