• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Valod
  • વાલોડ ગામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે જળ‌બંબાકાર

વાલોડ ગામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે જળ‌બંબાકાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ નગરમાં મેઘરાજાની મહેરે પાણીના નિકાલ બાબતે પ્રિમોન્સુનની યોગ્ય કામગીરી ન થતા તૈયબા પાર્ક, નનસાડ પાટિયા, પટેલ શોપિંગની પાછળ, લાઈબ્રેરી નજીકના વિસ્તારો પાણીથી ભરાવો થતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

વાલોડ નગરમાં મેઘરાજાએ મહેર સારી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જયારે વાલોડ નગરમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી પરંતુ પ્રિમોન્સુની કામગીરી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવી હોવાનું પુરવાર થઇ રહ્યું છે, વાલોડના તૈયબા પાર્ક,નનસાડ પાટિયા,પટેલ શોપિંગની પાછળ, લાઈબ્રેરી નજીક પાણી ભરાઈ જતાં ચારે તરફથી ગુઠણસમાં પાણીનો ભરાવો થઇ જતા ટાપુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આ તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા જ અગમચેતી વાપરી યોગ્ય કામગીરી કરવાની જરૂર હતી તે કામગીરી કેવી કરી તેનું નિરીક્ષણ કરવાની પણ તસ્દી અધિકારીઓએ લીધી ન હતી, લાઈબ્રેરી નજીક ગરનાળુંની સાફ સફાઈ ન થતા તથા માટી પૂરાંણ થતા પાણીનો ભરાવો થયો છે, આ જ રીતે નનસાડ પાટિયા પર માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી થતા ગરનાળો બંધ કરી દેતાં પાણીનો ભરાવો થયો છે. તૈયબા પાર્કમાં વર્ષોથી પાણીના ભરવાની સમસ્યા હતી જેમાં થોડી રાહત થઇ હોવા છતાં હાલ પણ પાણીનો ભરાવો થયો છે. પટેલ શોપિંગ સેન્ટરની પાછળ આવેલ વિસ્તારમાં પાણી નિકાલની જગ્યાએ દીવાલ બનાવી દેતાં પાણીનો ભરાવો થયો છે. આ રીતે વાલોડના કેટલાય વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યાઓ ઉભી થઇ છે જેનું નિરાકરણ થવું જરૂરી છે આજે લોકો ગુઠણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...