• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Valod
  • વાલોડના શીકેર પાસે મોટરસાઈકલ અથડાતાં પાંચ ઘાયલ: ચાર ગંભીર

વાલોડના શીકેર પાસે મોટરસાઈકલ અથડાતાં પાંચ ઘાયલ: ચાર ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના શિકેર ગામની સીમમાંથી પસાર થતો વાલોડ-બારડોલી માર્ગ પર ગઈકાલે તાપ 9 મી જુલાઈના રોજ સાંજે આશરે 9-45 કલાક દરમિયાન બે બાઈક સવારો સામસામે અથડાતા પાંચ ઈજાગ્રસ્ત થયા જેમાં ચાર યુવાનો ગંભીર હાલતમાં સુરત ખાતે ખસેડાયા.

વાલોડ- બારડોલી રોડ પર શિકેર ગામની સીમમાં વાલોડના ત્રણ યુવાનો બારડોલી કામ અર્થે ગયા હતા ત્યાંથી તેમની હોન્ડા કંપનીનું યુનિકોર્ન ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર (GJ- 26 L- 0902) પર પરત વાલોડ ખાતે આવી રહ્યા હતા. ત્યારે તહોમતદાર પોતાનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર જેનો રજીસ્ટ્રેશન નંબર (GJ-19 AC- 0597) વાલોડ તરફથી બારડોલી તરફ પુરઝડપે બેદરકારીથી શિકેર ગામની સીમમાં રોડ પર સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી તેને રોગ સાઇડે ચલાવી લાવી ફરિયાદીના યુનિકોર્ન મોટર સાઇકલ સાથે અથડાવી વાલોડના ત્રણ યુવાનો નામે ફરિયાદી ઉમેર રઉફ મલેક, અનવર ઉર્ફે અનસ ખલીલ શેખ અને ઉવેશ મહેબૂબખાન પઠાણ તથા ગુણસવેલના ધર્મેશ ભરતભાઈ ભૈયા તથા અનિલભાઈ ધનાભાઇ રાઠોડ એમ પાંચેય યુવાનોને સ્થળ પર સામસામે વાહનો અથડાતા ગંભીર ઈજાઓ થઇ હતી, જેમાં ફરિયાદી ઉમેર મલેકને ઈજાઓ ઓછી થઇ હતી અને બાકીના ચારેય યુવાનોને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક પ્રથમ બારડોલી સરદાર સમરક હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરત ખાતે ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...