તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલોડ તાલુકાનાં ગામોમાં વટસાવિત્રી પૂજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વટ સાવિત્રી નિમિત્તે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પુજન અર્ચન કરીને વડના વૃક્ષની પુજા કરીને પતિના આયુષ્યની પ્રાર્થના કરી હતી. વાલોડ તાલુકાના ગામોમાં આજે વટસાવિત્રીનું વ્રત રાખીને બહેનો એ સુપ્રભાતથી જ અવનવા વસ્ત્રો પરિધાન કરીને હાથોમાં પુજાની થાળી સુશોભિત કરીને ગામમાં આવે વડલાની પૂજનવિધિ કરે હતી. તાલુકાના વિવિધ ગામમાં વાલોડ, બાજીપુરા, અંધાત્રી, બુહારી, હથુકા, ગોડધા, બુટવાડા સહિતના અનેક ગામોમાં વટસાવિત્રીની પૂજનવિધિ કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખુબ જ મહત્વ છે વટસાવિત્રીના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ માટે નકોરડા ઉપવાસ કરીને કરે છે. આ દિવસે સુપ્રભાતથી જ બહેનો દુધ,નૈવેધ, પાન,સોપારી, ફળ મુકીને શ્રેષ્ઠ ચોઘડિયામાં પુજન કરે છે. આ વ્રત પૌરાણિક સમયે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાન માટે આકરી તપસ્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...