તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોકલેટની લાલચે તરૂણીના અપહરણનો પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત તાપી જિલ્લાના ગામોમાંથી ઘણાં સમયથી નાના બાળકો ને ઊંચકી જતી ટોળકીએ દહેશત ફેલાવતા લોકોમાં ગભરાહટનો માહોલ સર્જાયો છે. પોલીસ તંત્ર દ્વારા શંકાસ્પદ જણાય આવે તો તુરંત પોલીસને જાણ કરવા જણાવાયું છે. ગતરોજ અંધાત્રી ગામે તેના મામાના ઘરે રહી ને અભ્યાસ કરતી એક છોકરી સ્કુલથી પરત ફરી રહી હતી. તે સમયે બે અજાણ્યા શખ્સોએ ચોકલેટની લાલચ આપીને ટુ વ્હીલ બાઈક બેસાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે છોકરીની સતર્કતાએ તે ત્યાથી નીકળી ગઈ હતી.

વાલોડ તાલુકાના અંધાત્રી ગામે પટેલ ફળીયા નજીકથી આવી રહી હતી. બુહારી હાઈસ્કુલમાં ધોરણ ૭ માં અભ્યાસ કરતી એક છોકરી આજે શાળા છુટયા બાદ પાંચ વાગયાના સુમારે પોતાની સાયકલ લઈને ઘરે પરત આવવા માટે નીકળી હતી. બુહારીથી અંધાત્રી ગામમાં પ્રવેશ કરી ને પટેલ ફળીયા નજીકના સુમસામ માર્ગ પરથી ઘરે આવી રહી હતી તે સમયે કોઇ અજાણ્યા બે મોટરસાયકલ સવાર શખ્સોએ તેને સાયકલ રોકીને ચોકલેટની લાલચ આપીને ને બીજા ઈસમ બાઈક પર બેસી જવા માટે જણાવ્યું હતું. જોકે ચોકલેટનુ કાગળ અડધું ફાટેલા હતું જેથી ચોકલેટ ન લીધી અને તે ગભરાહતની હાલતમાં ઝડપથી ચાલી આવી હતી, અને તેમના મામા કલ્પેશભાઈ પટેલે આજુબાજુના વિસ્તારોમાં આ અજાણ્યા બાઈક ચાલકોની તપાસ શોધખોળ હાથ ધરી હતી. પણ આ ઈસમો રફુૂચક્કર થઇ ગયા હતા જોકે તેમના મામાએ સમગ્ર ઘટનાની જાણ બુહારી આઉટ પોસ્ટ માં કરીને અરજી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...