Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાલોડમાં માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયંુ
વાલોડનગરનું પીપળ ફળિયા ખાતે ગટર ઊભરાવાથી લઈ પાણી, લાઈટની સમસ્યાની વણઝાર લાગી છે. હાલ પીપળ ફળિયાના મુખ્ય માર્ગ પર વરસાદમાં કાદવ કીચડ થતા જેમાં ગ્રામપંચાયત દ્વારા હાર્ડમોરમના બદલે માટી પુરી પંથકના રહીશો વિદ્યાર્થીઓ ગૃહિણીઓ તતા વાહનચાલકોની મુશ્કેલી વધી રહેતા દરરોજ વાહનો માર્ગ પર ફસાઈ રહ્યાં છે. વાહન ચાલકો ત્રાસી ગયા છે. સ્થાનિકો દ્વારા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં નેતાઓ તથા આગેવાનોને કોઈ યોગ્ય પગલાં લેવાતાં સ્થિતિ નર્કાગાર બની હતી. કાદવના કારણે વાસ મારતાં સ્થાનિકો આરોગ્ય જોખમાય રહ્યું છે. ત્યારે વિકાસની વાતો કરતું વાલોડ ગ્રામ પંચાયત દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને પડતી મુશ્કેલી દૂર કરે એવી માંગ ઉઠી છે.
નજીકમાં ગેસનું ગોડાઉન હોવાથી મુશ્કેલી વધી
વાલોડનાપીપળ ફળિયા ખાતે ગેસ ગોડાઉન હોય જેને લઈ ગ્રાહકો દ્વારા ગેસ ગોડાઉન પર બાટલો લેવા જવા નવનેજા પડી રહ્યાં હોય તેમ છે. જેમાં પણ વજનદાર બાટલા માથે મુકી કાદવીયા માર્ગ પરથી પસાર થવું જોખમી બની રહ્યું છે.
વાલોડના પીપળ ફળિયા ખાતે મુખ્ય માર્ગ પર ઊભરાતી ગટર અને પાણીના ભરાવાના કારણે અસહ્ય દુર્ગંધ અને કાદવીયો માર્ગ બની ગયો છે. જેમાં વાહન હંકારવું મુશ્કેલ નહીં પણ અશક્ય સાબિત થઈ રહ્યું છે. ત્યારે આજરોજ પસાર થતાં વિદ્યાર્થીઓ નાક ઉપર રૂમાલ મુકીને પસાર થઈ રહ્યાં છે.
ગટર અને પાણીનો ભરાવો થતાં અસહ્ય દુર્ગંધ
વહેલી તકે મુશ્કેલી દુર કરવામાં આવશે
^અંગે વાલોડ ગામના સરપંચને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, પીપળ ફળિયા ખાતે તાકીદે માટી ખસેડી અને મેટલિંગ કરી વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવશે. > દિનેશભાઈગામીત, સરપંચ,વાલોડ
પસાર થતાં વિદ્યાર્થી અને વાહનચાલકોની હાલત કફોડી
પીપળ ફળીયા પાસેની ગંદકીથી આરોગ્ય સામે જોખમ