કુદરતી ઉગતી મશરૂમ થકી આદિવાસીઓને આવક

ચોમાસાની ઋતુમાં આદિવાસી મજૂરોને મજૂરી ન મળતાં પોતાના પેટ ભરવા માટે ખેતરની પાળ અને કાંટાળી વાડમાં ઉગી નીકળતાં...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:10 AM
કુદરતી ઉગતી મશરૂમ થકી આદિવાસીઓને આવક
ચોમાસાની ઋતુમાં આદિવાસી મજૂરોને મજૂરી ન મળતાં પોતાના પેટ ભરવા માટે ખેતરની પાળ અને કાંટાળી વાડમાં ઉગી નીકળતાં મશરૂમ એકત્ર કરી તેનું વેચાણ કરી રહી રોજી રોટી મેળવી રહ્યાં છે. વાલોડથી બાજીપુરા જતા માર્ગ પર રસ્તાની સાઈડ પર કેટલાક આદિવાસી ભાઈઓ વરસાદની ઋતુમાં ખેતરોની પાળો પર કે કાંટાની વાડોમાં કુદરતી રીતે ઉગી નીકળતા આરમ એટલે કે મશરૂમનું વેચાણ કરતા નઝરે પડે છે. આજે બઝારમાં મળતા મશરૂમ કરતા કુદરતી રીતે ઉગી નીકળેલ આરમના સ્વાદમાં પણ ઘણો ફરક હોય છે. બઝારના મશરૂમ કરતા આવા મશરૂમની કિંમત પણ નજીવી હોય છે અને તે પણ પ્રાચીન ઢગલા મુજબ સામાન્ય દરે વેચાણ થાય છે, ચોમાસા દરમ્યાન મજૂરી કામ ન હોવાથી કેટલાક આદિવાસી ભાઈઓએ સવારથી આરમની શોધમાં ખેતરોમાં અને કાંટાની વાડોમાં ફરી શોધી લાવી રસ્તા પર જ વેચાણ કરતાં હોય છે. અને પોતે મહેનત કરી સ્વાવલંબી બની બેઠાબેઠા આવકનું સાધન શોધી લીધું છે. એક ઢગલીની કિંમત 50 થી 100 વચ્ચે રાખવામાં આવે છે અને અને થકી એક વ્યક્તિ સાંજના છેડે 200-300ની આવક મેળવી લેતા હોય છે.

કુદરતી સ્ત્રોત

મહારાષ્ટ્રથી પણ મશરૂમ મગાવાય છે

આ આરમ વેચાતા હોવાને કારણે એક સ્થાનિક ભાઈ મહારાષ્ટ્રથી આધુનિક રીતે પકવવામાં આવતા મશરૂમ પણ મંગાવી આદિવાસી ભાઈઓને વેચાણ અર્થે જાગડ પર મશરૂમ આપી ધંધો સારો થાય અને આવક રળી લે છે.

X
કુદરતી ઉગતી મશરૂમ થકી આદિવાસીઓને આવક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App