વાલોડમાં તાલુકા કક્ષાના વન મહોત્સવ ઉજવવામાં આવ્યો

વાલોડ આઈટીઆઈ ખાતે સામાજિક વનીકરણ રેન્જ મહુવાના નેજા હેઠળ વાલોડ તાલુકા કક્ષાનો 69 મોં વન મહોત્સવની ઉજવણી કરવામાં...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:10 AM
વાલોડમાં તાલુકા કક્ષાના વન મહોત્સવ ઉજવવામાં આવ્યો
વાલોડ આઈટીઆઈ ખાતે સામાજિક વનીકરણ રેન્જ મહુવાના નેજા હેઠળ વાલોડ તાલુકા કક્ષાનો 69 મોં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને મહુવા-વાલોડના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. વાવે ગુજરાત, લાવે વરસાદ, હરિયાળું ગુજરાતના સૂત્રને સાર્થક કરતા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં પ્રજાજનોના સહકારથી સને 2018ના વર્ષમાં સૌ સાથે મળી ગુજરાતની ધરતીને વૃક્ષો વાવી, હરિયાળી,રમણીય અને લીલીછમ બનાવવાના આશયે 69 મોં વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વાલોડ આઈટીઆઈ ખાતે કેમ્પસમાં 500 ઝાડોનું વૃક્ષ રોપાણ કરવામાં આવ્યું, વાલોડ તાલુકામાં 2000 ફલુ ઝાડોનું વિતરણ કામગીરી કરવામાં આવી જેમાં જમરૂખ, આમળા, દાડમ,સીતાફળ, જેવા ફળાઉ ઝાડો આપવામાં આવ્યા હતાં. આઇટીઆઇમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X
વાલોડમાં તાલુકા કક્ષાના વન મહોત્સવ ઉજવવામાં આવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App