તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કપુરા પાસે સિંચાઈ વિભાગ દ્વારા કરાતું ખોદકામ અટકાવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપુરા પાસે સિંચાઈ વિભાગ દ્વારા કરાતું ખોદકામ અટકાવાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાતાલુકાના કપુરા ખાતે સિંચાઈ વિભાગ દ્વારા આડેધડ માટી ખોદકામના કારણે ગ્રામજનો દ્વારા માટી ખોદકામની કામગીરી અટકાવી દીધી હતી. ગ્રામજનોના રોષના પગલે સિંચાઈ વિભાગના વ્યારા અને વાલોડના અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મેઈન કેનાલની આજુબાજુ વ્યારા સિંચાઈ વિભાગ દ્વારા માટી ખોદકામની કામગીરી ચાલુ છે. સિંચાઈ વિભાગ દ્વારા કપુરા પાટીલ ફળિયા નજીક બંને તરફ આડેધડ માટી ખોદકામ કરી નહેરનો રસ્તો જોખમી કરી દીધો હતો.

જેના કારણે ગામજનો, વાહનચાલકો, ખેડૂતો અને વિધાર્થીઓની મુશ્કેલી વધી જતા શનિવારના રોજ ગ્રામજનો નહેર પર એકત્ર થઇ માટી ખોદકામની કામગીરી અટકવી અને રસ્તાના કારણે પડતી મુશ્કેલી બાબતે ભારે હોબાળો મચ્યો હતો. જેના પગલે વ્યારા સિંચાઈ વિભાગના અધિકારી એસ ડી ગામીત, તેમજ સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારી વી.સી.પટેલ ઘટના સ્થળે આવ્યા હતા. ઘટના સ્થળ પર સ્થાનિક રહીશો અને મહિલાઓની ઉગ્ર રજૂઆતના પગલે તેમજ ગ્રામજનોને પાડવાની મુશ્કેલી ધ્યાને રાખતા અધિકારી તાત્કાલિક ખાડાઓ પુરાવા અને રસ્તો યોગ્ય બનવાની ખાતરી આપી દેતા મામલો થાળે પડ્યો હતો. જે બાદ નજીકમાં માટી ખોદકામની કામગીરી ચાલુ કરાઈ હતી.

ખાડાઓમાં તાદીકે પુરાણ કરવામાં આવશે

^કપુરાપાસે માટી ખોદકામ દરમિયાન ખાડો મોટા થઇ ગયા છે. જેમાં તાત્કાલિક માટી પુરાણ કરી દેવામાં આવશે. > વી.સી.પટેલ,સિંચાઈઅધિકારી

ખોદકામને કારણે રસ્તો અત્યંત જોખમી બન્યો

કપુરાગામની સીમમાં પસાર થતી ઉકાઈડાબા કાંઠાની મેઈન કેનાલની આજુબાજુ વ્યારા સિંચાઈ વિભાગ દ્વારા માટી ખોદકામ કરી દેવાના પગલે બંને તરફના માર્ગો જોખમી બની જતા વાહનચાલકો જો જરા ચૂક કરે તો એક તરફ નહેર અને બીજી તરફ મોટા ખાડામાં પાડવાની શક્યતા વધી જતા માર્ગ જોખમી બની ગયો હોવાથી ગ્રામજનોએ હોબાળો મચાવ્યો.

સિંચાઈ વિભાગ દ્વારા સ્થળ પર આવી રસ્તાની સમસ્યાનું નિરાકરણ કરતાં મામલો થાળે પડ્યો

કપુરા ખાતે સિંચાઈ વિભાગ દ્વારા કરાતું ખોદકામ બંધ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો