તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ |કાર્યપાલક ઈજનેરની ટીમે કસ્બા ફળિયાની મુલાકાત લઇ દૂષિત પાણીની સમસ્યા અંગે તાકીદે પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ |કાર્યપાલક ઈજનેરની ટીમે કસ્બા ફળિયાની મુલાકાત લઇ દૂષિત પાણીની સમસ્યા અંગે તાકીદે પગલાં ભરવા શાસકોને જણાવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડકસ્બા ફળીયામાં વિસ્તારમાં વોટર વર્કસની પાઇપ લાઈનમાં જીવાત યુક્ત, વાસ મારતું, ગંદુ પાણી અવર નવર આવતા ગ્રામજનોની વ્યથા દિવ્ય ભાસ્કર દૈનિક પેપરમાં આવતા ગાંધીનગર પાણી પુરવઠા વિભાગના ધ્યાને આવતા તાપી જિલ્લા પાણી પુરવઠા વિભાગને અંગે તપાસ કરવા એક ટીમ આજરોજ વાલોડ ખાતે આવી કસ્બા ફળીયા તથા વોટર વર્ક્સની મુલાકાત લઇ શાસકોને યોગ્ય સલાહ સૂચનો આપ્યા હતા.

વાલોડ ગામના કસ્બા ફળીયામાં દુર્ગંધ મારતું પાણી વોટર વર્કસની પાઇપ લાઈનમાં આવતા હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી હતી જેમાં બે દિવસ અગાઉ કસ્બા ફળિયામાં ઈદ્રીશખાન હમીદખાન પઠાણના ઘરે પાણી માટે નળ ખોલતા ફરી પાણીમાંથી જીવાત અને કચરા યુક્ત, દુર્ગંધ યુક્ત પાણી આવતા અંગેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબહેન નાયકાને કરી હતી. અંગેના લોકોની વ્યથા, પ્રશ્નોને વાચા આપવાનું કામ દિવ્ય ભાસ્કરે કર્યું હતું, પ્રશ્નો સમાચાર પેપરમાં આવતા પાણી પુરવઠા વિભાગ ગાંધીનગરના ધ્યાને આવતા તાત્કાલિક પગલાં લઈ તાપી જિલ્લા પાણી પુરવઠા વિભાગને બાબતે યોગ્ય તપાસ કરવા વાલોડ ખાતે એક ટીમ મોકલી હતી. જેમાં તાપી જિલ્લા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર જી.આર.મહાજન, નાયબ કાર્યપાલક ઈજનેર એ.એન.ચૌધરી તથા તેમની ટીમ વાલોડ ખાતે તાબડતોડ દોડી આવી હતી, કસ્બા ફળિયાની પરિસ્થિતિનું નિરીક્ષણ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી મિતેષ પટેલ, સરપંચ જ્યોતિબહેન નાયકા, ઉપ સરપંચ મહેબુબ મિર્ઝા, તથા સભ્યો બિલાલ બંગી, જુનેદ શેખ, સોયેબ શેખની હાજરીમાં કરવામાં આવ્યું હતું, પાઇપલાઇનનું ભાંગાળ પકડવાનું મુશ્કેલ કાર્ય છે અને વાલોડ નગરની તમામ પાઇપ લાઈન જૂની હોય જર્જરિત થયા હોવાનું કારણ સામે આવ્યું હતું. અને તાત્કાલિક ધોરણે કસ્બા ફળિયાની 300 મીટરની પાઇપ લાઈન નાખવા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. દિવ્યભાસ્કરમાં સમાચારના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હોવા છતાં તાપી જિલ્લા આરોગ્ય વિભાગ કસ્બા ફળીયામાં ગ્રામજનો દુષિત પાણી બાબતે કોઈ કાર્યવાહી કરી કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું હાલ લાગી રહ્યું છે.

વાલોડમાં દૂષિત પાણીની સમસ્યા નિવારવા તંત્ર આખરે સળવળ્યું

વાલોડ કસ્બા ફળિયામાં દૂષિત પાણી અંગે તપાસ કરતી પાણી પુરવઠાની ટીમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો