તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Valod
  • બુહારીમાં શંકાસ્પદ મહિલાઓ દેખાતાં પોલીસ તંત્ર દોડતું થયું

બુહારીમાં શંકાસ્પદ મહિલાઓ દેખાતાં પોલીસ તંત્ર દોડતું થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના બુહારી ગામે છ મહિલાઓ અને બે બાળકોને શંકાસ્પદ હાલતમાં જોતા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ હતી. બુહારી ખાતે હાઇસ્કૂલની સામે આજ રોજ બપોરના અરસામાં છ મહિલાઓ બે બાળકોને તેડીને જતી હતી ત્યારે હાલની વાયરલ થઇ રહેલા મેસેજોને કારણે લોકોએ સજાગતા વાપરી બુહારી આઉટ પોલીસને જાણ કરતાં બુહારી આઉટ પોસ્ટના પોલીસ કર્મીઓએ તાત્કાલિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન આ મહિલાઓ સુરતના લિંબાયત ખાતેના ગોવિંદ નગરની હોવાનું બહાર આવ્યું હતું.

આ મહિલાઓ લિંબાયતથી વ્યારા ખાતે દોરડાં વેચવા આવી હતી અને ત્યાંથી સુરત જવા એક વાહનમાં બેસી આવ્યા હતા. સુરતને બદલે આ મહિલાઓ બુહારી ખાતે ઉતારી વાહન ચાલક જતો રહ્યો હતો. પોલીસની તપાસમાં સંતોષકારક જવાબો મળતા તાત્કાલિક છોડી દેવામાં આવી હતી. લોકોની સજાગતા આ રીતે અનેક ગુનાઓમાં રહે તો ગુનાઓનું પ્રમાણમાં ચોક્કસ ઘટાડો થાય.

અન્ય સમાચારો પણ છે...