વાલોડ કેળવણી મંડળની સાધારણ સભા યોજાઈ

વાલોડ વિભાગ કેળવણી મંડળની પુરા થતાં નાણાકીય વર્ષ 2017-18ની વાર્ષિક સાધારણ સભા કેળવણી મંડળના પ્રાર્થના હોલમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Valod - વાલોડ કેળવણી મંડળની સાધારણ સભા યોજાઈ
વાલોડ વિભાગ કેળવણી મંડળની પુરા થતાં નાણાકીય વર્ષ 2017-18ની વાર્ષિક સાધારણ સભા કેળવણી મંડળના પ્રાર્થના હોલમાં રાખવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ ગત સભાની વાંચનમાં લઇ 2017-18 ના હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા. મંત્રી અશ્વિનભાઈ શાહે સંસ્થાનો ચિતાર આપ્યો હતો. સંસ્થાના પ્રમુખ નરેશભાઈ પટેલની ધ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ચેરમેન તરીકે પુન: નિમણૂક થતાં સન્માન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલે સંસ્થાની પ્રગતિ માટે દાનનો અવિરત પ્રવાહ ચાલુ થતાં વ્હાલીબા ઈંગ્લીશ એકેડેમીનું મકાન તથા સ. ગો. હાઈસ્કૂલના મકાનના રીનોવેશન માટે હાલ લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા તમામ સભ્યોનો સાથ સહકાર માંગ્યો હતો. સાધારણ સભામાં ધોરણ 10 માં તાપી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર શાળાની વિદ્યાર્થીની સુમૈયાબાનુ બિલાલ શેખનું સન્માન કરવામાં આવ્યું હતું. સતિષભાઈ શાહે શાળાના પરિણામો સુધારા માટે શિક્ષકોનો ફાળો મહત્વનો હોવાનું જણાવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ દેસાઈનું અવસાન થતાં ટ્રસ્ટીની જગ્યા ખાલી પડતા ડો.નીખિલભાઈ નાયકે મઢી સુગર ફેકટરીના ડિરેક્ટર અલ્પેશભાઈ મગનભાઈ પટેલના નામની દરખાસ્ત કરી હતી જેમને સર્વસંમતિથી નિમણુંક કરવામાં આવી હતી.

X
Valod - વાલોડ કેળવણી મંડળની સાધારણ સભા યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App